Tuesday, 28/09/2021
Dark Mode

દાહોદ તાલુકાના તરવાડીયા ભાઉ ગામે દુધ ઉત્પાદક સહકારી મંડળીની ઓડીટમાં 64,500 ની ઉચાપત:મંડલીના જવાબદાર 10 કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો

દાહોદ તાલુકાના તરવાડીયા ભાઉ ગામે દુધ ઉત્પાદક સહકારી મંડળીની ઓડીટમાં 64,500 ની ઉચાપત:મંડલીના જવાબદાર 10 કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધાયો

 નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૨૪

 દાહોદ તાલુકાના તરવાડીયા ભાઉ ગામે આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળીની ઓડીટમાં એક ઈસમે મંડળીના બેન્ક ખાતામાંથી અલગ અલગ સમયે રૂા.૬૪,૫૦૦ની રકમ ઉપાડી લઈ વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરી હતી. આ મામલે મંડળીના સેક્રેટરી સહિત અન્ય જવાબદાર કર્મચારીઓ ફોજદારી કાર્યવાહી નહીં કરી એકબીજાની મદદગારી કરી હોવાની નામજાેગ ૧૦ વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાતાં દુધ ઉત્પાદક મંડળી સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

 મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, તરવાડીયા ભાફ દુધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઓડીટર તરીકે ફરજ બજાવતાં એચ.એસ.બારીઆએ આ દુધ મંડળીની ઓડીટ કરી હતી. આ ઓડીય દરમ્યાન બંધ સિલક રૂા.૯૧,૦૫૮.૮૪ પૈકી રૂા.૧૫૦૦ આ દુધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી કીડીયાભાઈ હિમાભાઈ પરમાર જમા કરાવેલ ત્યાર બાદની રકમ રૂા.૮૯,૫૫૮.૮૪ની મંડળીના બેન્ક ઓફ બરોડા, દાહોદના એકાઉન્ટમાંથી મંડળીના ચેરમેન દુબળીયાભાઈ ટીટુભાઈ પરમારે તારીખ ૦૧.૦૪.૨૦૧૭ થી તારીખ ૨૭.૧૦.૨૦૧૮ના અલગ અલગ સમયગાળા દરમ્યાન રૂા.૬૪,૫૦૦ ઉપાડી લઈ તેમજ બીજા હાથ ઉપરના નાણાં પોતાના અંગ કામ માટે ઉપયોગ કરી સહકારી મંડળીના નાણંની ઉચાપત કરી વિશ્વાસઘાત કર્યાે હતો. આ મામલે જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા મંડળીના સેક્રેટરી તથા વ્યવસ્થાપક કમીટીના સભ્યોને પત્ર વ્યવહારથી તારીખ ૧૬.૧૨.૨૦૧૯ના રોજ ફોજદારી કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું જે બાબતે ગુજરાત સરકારના કૃષી અને સહકાર વિભાગમાં પરિપત્ર અન્વયે દિન – ૩૦માં ફરિયાદ આપવાની હોય છે જે કમીટીના સભ્યો તથા સેક્રેટરી દ્વારા ફોજદારી કાર્યવાહી નહીં કરી તથા કોઈપણ જાણ ન કરતાં આ કેસમાં મંડળીના સેક્રેટરી કીડીયાભાઈ હિમાભાઈ પરમાર તથા વ્યવસ્થાપક કમીટીના સભ્યો, બચુભાઈ રૂબજીભાઈ પરમા, મેહજીભાઈ રૂમાલભાઈ પરમા, રામાભાઈ ઝીથરાભાઈ ડામોર, મંગળીયાભાઈ, વરીયાભાઈ માલાવાડ, મડીયાભાઈ વેલજીભાઈ પરમાર, વિછીયાભાઈ વલજીભાી પરમાર, જેહાભાઈ માનુભાઈ પરમાર, જવસીંગભાઈ સમસુભાઈ મછારનાઓએ દ્વારા આ રૂપીયાની ઉચાપત કરવામાં મદદગારી કરી તેમજ મંડળીના સભાસભો સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મંડળીમાં ફરજ બજાવતાં મહેન્દ્રસિંહ ગમીરસિંહ ઝાલા (રહે.સરકારી વસાહત,દાહોદ) દ્વારા આ મામલે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

————————————-

error: Content is protected !!