Monday, 17/01/2022
Dark Mode

ઝાલોદ:પરણિત મહિલાને ત્રાસ આપી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર સાસરી પક્ષના લોકો સામે 10 મહિના બાદ ફરિયાદ નોંધાઈ

ઝાલોદ:પરણિત મહિલાને ત્રાસ આપી આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર સાસરી પક્ષના લોકો સામે 10 મહિના બાદ ફરિયાદ નોંધાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ તા.૨૦

મધ્યપ્રદેશના ઈન્દૌર ખાતે રહેતા તેઓના પતિ તથા સાસરીયાઓ દ્વારા પરણિાને અવાર નવાર મેણા ટોણા મારી દહેજ પેટે રૂપીયાની માંગણી કરતાં આવા ત્રાસથી વાજ આવેલ પરણિતાએ તારીખ ૩૦મી મે ૨૦૨૦ના રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ભાડાના મકાનમાં ઝેરી દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે વડોદરા ખસેડાતાં તારીખ ૦૮મી જુનના રોજ આ પરિણાતાનું મોત નીપજતાં આ મામલે ૧૦ માસ બાદ ગતરોજ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે આ સંબંધે સપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં હનુમાન મંદિર સરકારી ગોડાઉનની પાસે ભાડાના મકાનમાં રહેતા તુપ્તિબેનને તેઓના મધ્યપ્રદેશના ઈન્દૌર મુકામે રહેતા પતિ ધનેશભાઈ અનુપભાઈ શર્મા, સાસરી પક્ષના આશાબેન અનુપભાઈ શર્મા, તુપ્તીબેન પારસકુમાર શર્મા, પારસકુમાર ભવાનીશંકર શર્મા વિગેરેનાઓ તૃપ્તિબેનને અવાર નવાર મેણા ટોણા મારી, તું તારા બાપાના ઘરેથી રૂપીયા લઈ આવ, અમારે રૂપીયાની જરૂર છે, તેમ કહી અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપી તૃપ્તિબેનને હેરાન પરેશાન કરતાં હતાં. આવા ત્રાસથી વાજ આવી ગયેલ તૃપ્તિબેને તારીખ ૩૦.૦૫.૨૦૨૦ના રોજ ઝાલોદ મુકામે ભાડાના મકાનમાં રેટોલ નામની ઝેરી દવા પી જતાં તેઓને વડોદરા મુકામે સ્વાસ્થ્ય હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં હતાં. આ દરમ્યાન તારીખ ૦૮.૦૬.૨૦૨૦ ના રોજ તેઓનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે મધ્યપ્રદેશના ઈન્દૌર મુકામે રહેતા હરીશંકર રાધાકૃષ્ણ શર્મા દ્વારા ઉપરોક્ત પરણિતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તમામના અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે.

————————————————-

error: Content is protected !!