Monday, 17/01/2022
Dark Mode

દે.બારીયા:મારો પતિ તેની પ્રેમિકાને લઇને ભાગી ગયો છે,તેને ફાંસીએ ચડાવજો’ની સુસાઇડ નોટ લખી પરિણીતાએ પુત્ર સાથે જીવનલીલા સંકેલી

દે.બારીયા:મારો પતિ તેની પ્રેમિકાને લઇને ભાગી ગયો છે,તેને ફાંસીએ ચડાવજો’ની સુસાઇડ નોટ લખી પરિણીતાએ પુત્ર સાથે જીવનલીલા સંકેલી
જીગ્નેશ બારીયા :- દાહોદ/રાહુલ મહેતા :- દે. બારીયા 
  • દે.બારીયા તાલુકાના અસાયડી ગામે રેલવે ટ્રેક ની પાસેથી પરણિત મહિલા તેમજ કુમળા બાળકની લાશ મળી આવતા ચકચાર
  • પતિ પ્રેમિકા જોડે ભાગી ગયા બાદ પરણિત મહિલાએ પતિ તેમજ પ્રેમિકાને ફાંસીએ ચઢાવવાની માંગણી કરતી સુસાઇડ નોટ લખી પોતાના વ્હાલસોયા બાળક જોડે જીવનલીલા સંકેલી
  • પોલિસે ઘટનાસ્થળે પહોંચી બન્ને મૃતકોના શબને પીએમ માટે મોકલી તપાસમાં જોતરાઈ
  • પર સ્ત્રી જોડે પ્રેમસબંધમાં અંધ બનેલા ચેતનનો પરિવારનો માળો વિખેરાયો 

દેવગઢ બારીઆ તા.૧૮

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે રેલ્વે ટ્રેકની બાજુમાંથી એક મહિલા સહિત બાળકની લાશ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાની નજીકમાં એક ચિઠ્ઠી પણ મળી આવી છે જેમાં પોતાનો પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે ભાગી જતાં પોતે પોતાના પુત્ર સાથે આત્મહત્યા કરી હોવાનું ઉલ્લેખ ચિઠ્ઠીમાં કરવામાં આવ્યો છે ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી તપાસમાં જાેતરાઈ છે.

મળતી માહિતી પ્રમાણે આજરોજ લીમખેડા તાલુકાના વડેલા ગામની પરણિતા શર્મિષ્ઠાબેન ચેતનભાઈ પટેલના પતિ ચેતનભાઈ પટેલ દ્વારા તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તેની સાથે ભાગી ગયો હોવાના કારણે આજરોજ આ શર્મિષ્ઠાબેન દ્વારા પોતાના અઢી વર્ષના પુત્ર મીતને લઈ પોતાના સાસરીના ઘરેથી નીકળી હતી અને આ બંન્ને માતા – પુત્રની લાશ દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે આવેલ રેલ્વે ટ્રેકની બાજુમાંથી આશરે સાંજના સમયે મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ પરણિતા અને થોડે દુર એક બાળકની લાશ જાેવાતાની સાથે જ આસપાસના લોકો સહિત ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ઘટના સ્થળ પર લોકટોળા પણ ઉમટી પડ્યાં હતાં ત્યારે ઘટનાની જાણ નજીકની પોલીસને થતાં તાબડતોડ પોલીસ દોડી જઈ સ્થિતીને જાેતા એકક્ષણે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. લોહીલુહાણ હાલતમાં મહિલા અને બાળકની લાશ સ્થળ પર પડી હતી. પોલીસે તાત્કાલિક નજીકના દવાખાનાનો સંપર્ક કરી એમ્બ્યુલંશ મારફથે બંન્નેના મૃતદેહોને પીએમ અર્થ ખસેડવાની તજવીજ પણ હાથ ધરી હતી. બીજી તરફ ચોંકાવનારી માહિતી એવી મળી રહી છે કે, મૃતક મહિલાના નજીકમાંથી એક ચિઠ્ઠી મળી છે જેમાં લખ્યું છે કે, “ હું પોતે ધર્મિષ્ઠાબેન અને આ મારા ખોળામાં છે એ મારો છોકરો મિત છે જે કોઈ આ કારણ છે એ હું દર્શાવું છે કે, મારો ઘરવાળો છોકરીને લઈને ભાગી ગયો છે તો આ બંન્નેને ગમે તે રીતે મેળવીને ફાંસીએ ચડાવજાે. આ મારી તમને નમ્ર વિનંતી. આ કારણે હું અને મારો છોકરાને લઈને આત્મહત્યા કરૂં છું” આમ, આ ચિઠ્ઠીમાં લખાણને પગલે પણ ચકચાર મચી જવા પામ્યો છે. જાણવા મળ્યાં અનુસાર, મરણ જનાર મહિલા લીમખેડાના વડેલા ગામની પરણિતા છે. પોતાના પતિએ ગામની કોઈ છોકરીને રાખી હોવાને કારણે આ પરણિતાએ પોતાના વ્હાલસોયા પુત્ર સાથે આ પગલું ઉઠાવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખી પોલીસે તપાસનો સિલસિલો આરંભ કરી દીધો છે. વધુમાં જાણવા મળ્યા અનુસાર, આ મૃતક પરણિતાનું પિયર સીંગવડ તાલુકાના છાપરવડ ગામે આવેલ છે અને તેના પિતા ભાવસિંગભાઈ ગુલાબભાઈ બારીયા દ્વારા લીમખેડા ખાતે રહેતા ચેતનભાઈ બળવંતભાઈ પટેલ સાથે આજથી ૦૬ થી ૦૭ વર્ષ અગાઉ લગ્ન કરાવ્યાં હતાં. વસ્તારમાં શર્મિષ્ઠાબેનને પ્રમથ એક પાંચ વર્ષની પુત્રી છે અને બીજુ સંતાન આ અઢી વર્ષનો મીત હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરણિતા અને પુત્રની કેવી રીતે ઘરેથી નીકળી અને આ સ્થળે પહોંચ્યાં તે પણ એક યક્ષ પ્રશ્ન બન્યો છે ત્યારે પોલીસે સ્થળ પરથી મળેલ આ ચિઠ્ઠીના આધારે મૃતક શર્મિષ્ઠાબેનના પતિ તથા તેની પ્રેમિકાની શોધખોળના ચક્રોગતિમાન આરંભ કરી દીધા છે.

error: Content is protected !!