Friday, 29/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં બે જુદી-જુદી જગ્યાએ આગના બનાવો બન્યા:લાખો રૂપિયાનું સરસામાન બળીને રાખ…. 

દાહોદ જિલ્લામાં બે જુદી-જુદી જગ્યાએ આગના બનાવો બન્યા:લાખો રૂપિયાનું સરસામાન બળીને રાખ…. 

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં બે જુદી-જુદી જગ્યાએ આગના બનાવો બન્યા:લાખો રૂપિયાનું સરસામાન બળીને રાખ 
  • દેવગઢ બારીયાના જંગલ વિસ્તારમાં દાવનળ લાગ્યું: વન વિભાગ તેમજ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો
  • ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં  રાંધણ ગેસનો બાટલો પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો: લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની વકી 
 દેવગઢ બારીયા ના જંગલો માં લાગેલી આગના દ્રશ્યો 

દાહોદ તા.૧૮

 દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ અકસ્માતે લાગેલી આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે. દેવગઢ બારિયા તાલુકાના જંગલ વિસ્તારમાં આગ લાગતા વન વિભાગ તેમજ ફાયર ફાયટરોના લશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઓલવવામાં સફળતા મળી હતી.  તેમજ ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં ઘરવખરી સહિત રાંધણ ગેસનો બાટલો પ્રચંડ ધડાકા સાથે ફાટતા અગન જ્વાળાઓમાં આખું ઘર ભસ્મીભૂત થઈ જવા પામ્યું છે.

 દેવગઢ બારીયાના જંગલ વિસ્તારમાં દાવનળ લાગ્યું: વન વિભાગ તેમજ ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો 

 ઝાલોદ તાલુકાના રણયાળા ગામે સર્કિટના કારણે લાગેલી આગના દ્રશ્યો 

દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ ઘાટી ફળિયા પાસે ડુંગરાળ જંગલ વિસ્તારમાં આજરોજ આકસ્મિક આગ લાગી હતી. આગ લાગ્યાની જાણ આસપાસમાં થતાં ચકચાર મચી જવા પામ્યો હતો.તો બીજી તરફ આ આગને પગલે જંગલ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા વળતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ સર્જાયો હતો.ત્યારે બીજી તરફ આગને ઓલવવા પ્રાથમીક તો આસપાસના લોકો દોડી જઈ હાથમાં જે કંઈ આવ્યું તેમા પાણી ભરી આગ ઓલવવાના પ્રયાસો કર્યાં હતાં.પરંતુ આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અને આગે પોતાનો પ્રવાહ પવનની સાથે આગળ વધારતાં આગ ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બન્યો હતો.અને નજીકના જંગલ ખાતાના સત્તાધિશોને આ અંગેની જાણ કરાતાં જંગલ ખાતાના સત્તાધિશો સાથે ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે આ ડુંગરાળ જંગલ વિસ્તાર ખાતે હાલ પહોંચ્યાનું જાણવા મળી રહ્યું છે. આગ ક્યાં કારણોસર લાગી તે હાલ જાણી શકાયું નથી પરંતુ જાણવા મળ્યા અનુસાર, ફાઈયર ફાયટરના લાશ્કરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો છે.

ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગમાં  રાંધણ ગેસનો બાટલો પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો: લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની વકી 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ગામે આજરોજ એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગમાં ઘરમાં મુકી રાખેલ રાંધણ ગેસનો બાટલો ફાટતાં આગ વધુ પ્રચંડ બની હતી.અને જાેતજાેતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં આખું ઘર આગની અગનજ્વાળાઓની લપેટમાં આવી ગયું હતું અને બળીને ખાખ થઈ ગયું હતું. આ આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું કહેવાઈ રહ્યું છે.

જાણવા મળ્યા અનુસાર, રણિયાર ગામે ઈનામી ફળિયામાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગની જ્વાળાઓ ઘરમાં મુકી રાખેલ રાંધણ ગેસ સુધી પહોંચતાં રાંધણ ગેસનો બોટલો ધડાકા સાથે ફાટ્યો હતો. રાંધણ ગેસના ફાટવાથી આગ વધુ પ્રચંડ બની હતી. બાટલો ફાટતાની સાથે જ વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આસપાસના લોકો આગ લાગેલ મકાન તરફ દોડી ગયાં હતા ત્યારે બીજી તરફ આગ લાગતાની સાથે જ ઘરના સદસ્યો ઘરની બહાર દુર સુધી દોડી ગયાં હતાં જેને પગલે કોઈ સદ્‌નસીબેન કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઘટનાની જાણ પોલીસ તેમજ નજીકના ફાયર ફાયટરના લાશ્કરોને થતાં તમામ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. પ્રમથ તો સ્થાનીકો દ્વારા વાસણો વિગેરેમાં પાણી ભરી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને બાદમાં ફાયર ફાઈટરના લાશ્કરો પણ દોડી આવતાં આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો બીજી તરફ આ આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

error: Content is protected !!