Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા એક્શન મૂડમાં આવ્યું:કોરોના મહામારીને નાથવા કામગીરી પુરજોશમાં 

સિંગવડ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા એક્શન મૂડમાં આવ્યું:કોરોના મહામારીને નાથવા કામગીરી પુરજોશમાં 

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા એક્શન મૂડમાં આવ્યું:કોરોના મહામારીને નાથવા કામગીરી પુરજોશમાં

સીંગવડ તા.15

આજરોજ સિંગવડ ખાતે વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં લઈને તાલુકા આરોગ્ય અધિકારી સી.એમ.મછારના માર્ગદર્શન હેઠળ નવ આરોગ્ય ધનવંતરી રથ ડોક્ટરોની પુરી ટીમ સાથે ગોઠવવામાં આવી હતી.સાથે દાસા પી.એસ.સી મેડિકલ ઓફિસર દ્વારા પી.એસ.સીના પુરા સ્ટાફ દ્વારા બજારમાં ઘરે ઘરે ફરી સર્વે કરવામાં આવ્યું હતું.તેમાં શંકાસ્પદ લોકોને સી.એસ.સી સિંગવડ ખાતે ટેસ્ટ કરવા મોકલવામાં આવ્યા હતા.તેમાં સીંગવડના તમામ દુકાનદારોની માહિતી લેવામાં આવી હતી.જેમાં સોશ્યલ સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક કે સેનેટાઈઝરની વ્યવસ્થા મોટાભાગની દુકાનો માં જોવા મળી નહોતી.જ્યારે સરકારી તંત્ર દ્વારા પણ કોઈ કાળજી નહીં લેવાના કારણે કોરોનાનો એકદમ વિસ્ફોટ થયો તેમ લાગ્યું છે.જ્યારે કોરોનાને રોકવા માટે પ્રજાનો સહકાર મળે તો કોરોના નો કેર ઓછો થાય તેમ છે.દાસાના પી.એચ.સીના ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું.જ્યારે સિંગવડ સી.એચ.સીમાં રણધીકપુર પોલીસ તંત્ર દ્વારા રિપોર્ટ કરવામાં આવતા તેમાં એક પુરુષ તથા બે મહિલા પોલીસ કર્મીને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમને તાત્કાલિક દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. રણધીકપુર પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધીમાં છ કેસો નોંધાયા હતા. તેમાં એક જણાને સારું થઈ જતાં રજા આપી દેવામાં આવી હતી.આ રીતે સિંગવડ બજારમાં કોરોનાનો કેર વધવા માંડ્યો હોય તેમ લાગી રહ્યું છે.

error: Content is protected !!