Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત:માર્ગ અકસ્માતોના બે બનાવોમાં ત્રણના મોત

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત:માર્ગ અકસ્માતોના બે બનાવોમાં ત્રણના મોત

   જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત 

  • દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતને કારણે  ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં ત્રણ જણાના સ્થળ પર જ મોત

દાહોદ, તા.૩

 વાહન ચાલકની ગફલતના કારણે દાહોદ જિલલામાં જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર માર્ગ અકસ્માતના બે બનાવોમાં ત્રણ જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું જાણવા મળેલ છે.

 પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના જાલત ગામે એસ્સાર પેટ્રોલ પંપ પાસે ખાન નદીના પુલ પર ગતરાતના દશેક વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં કોઈ અજાણ્યો વાહન ચાલક તેના કબ્જાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી જાતલ ગામે આગળ જતી જીજે ર૦ પી ૭૪૩૭ નંબરની મોટર સાયકલને જાેશભેર ટક્કર મારી પોતાનું વાહન લઈ નાસી જતા મોટર સાયકલ પર સવાર પુંસરી ગામે પટેલ ફળીયામાં રહેતા રામુભાઈ નારસીંગભાઈ સંગાડીયા તથા રામુભાઈ સંગાડીયાના ભત્રી વિજયભાઈ કસુભાઈ સંગાડીયાને શરીરે ગંભીર ઈજાઓ થતા બંનેનું સ્થળ પર જ અરેરાટીભર્યું મોત નિપજ્યું હતુ.

 ઘટનાની જાણ થતા જ કતવારા પોલીસે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બંને મૃતકોની લાશનો કબ્જાે લઈ બંનેની લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી લાલશને પીએમ માટે દાહોદ જનરલ હોસ્પીટ ખાતે મોકલી આપી કતવારા પોલીસે પુંસરી ગામના કનુભાઈ નારસીંગભાઈ સંગાડીયાની ફરીયાદને આધારે અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 જ્યારે જિલ્લામાં ગમખ્વાર માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના ગતરાતના સવા સાત વાગ્યાના સુમારે લીમડી નગરના સુભાષ સર્કલ પર બનવા પામ્યો હતો. જેમાં એક ક્રુઝર જીપ ચાલક તેના કબ્જાની જીજે ૦૭ બી.બી. ૬પપ૬ નંબરની ક્રુઝર જીપ ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ જઈ લીમડી સુભાષ સર્કલ પાસે દાહોદ રોડ તરફથી ઝાલોદ રોડ તરફ જઈ લીમડી સર્કલ પાસે દાહોદ તરફથી ઝાલોદ રોડ તરફ જઈ ચાલતા જઈઈ રહેલા મધ્યપ્રદેશના નાગદા જંક્શન ખાતે રહેતા ૧૬ વર્ષીય આદિત્ય મનોહરલાલ હરીશંકર શેદવાલા નામના કિશોરને અડફેટમાં લઈ રોડ પર પાડી દઈ પોતાની ક્રુઝર ગાડી લઈ નાસી ગયો હતો. જ્યારે આદિત્યને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેનું સ્થળ પર જ મોત નિપજતા મૃતક આદિત્યના મામા લીમડી નગરના કૃષ્ણકાંત ખેમરાજ તંબોળીએ નોંધાવેલ ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!