Sunday, 16/02/2025
Dark Mode

સંજેલી તાલુકાના હીરોલા ગામે ચુંટણીની અદાવતે ભાજપના ચાર જણાએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને માર મારી લુંટ ચલાવી:પોલિસ તપાસમાં જોતરાઈ

સંજેલી તાલુકાના હીરોલા ગામે ચુંટણીની અદાવતે ભાજપના ચાર જણાએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને માર મારી લુંટ ચલાવી:પોલિસ તપાસમાં જોતરાઈ

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામે
ચુંટણીમાં બોગસ મતદાન ન કરવા દેવાના મુદ્દે ભાજપના ચાર જણાએ કોંગ્રેસની ઉમેદવાર સહિત ત્રણ મહિલાને માર મારી લુંટી લીધી

દાહોદ, તા.૩

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનું મતદાન પુર્ણ થયા બબાદ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના હીરોલા ગામે ખેડા ફળીયા પ્રાથમિક શાળા રોડ પર રાતના સુમારે બોગસ મતદાન ન કરવા દેવાના મામલે ભાજપના ઉમેદવાર તથા તેના સમર્થકએ કોંગ્રેસ પક્ષની મહિલા ઉમેદવર તથા તેની સાથેની એક મહિલા સાથે ઝઘડો કરી ધાકધમકીઓ આપી બંને મહિલાઓના ગળામાં પહેરેલ સોનાની ચેઈન તથા રોકડ મળી રૂા.૧,૧ર,૦૦૦ની મત્તા બળજબરીથી કઢાવી લઈ ગાડી પર પથ્થર મારો કરી તથા માર મારી ઈજાઓ કર્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર હીરોલા ગામના ખેડા ફળીયામાં રહેતા ભુપેન્દ્રભાઈ કાળુભાઈ સંગાડાએ હીરોલા ૬/૧ તાલુકા પંચાયત બેઠક પર ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે હીરોલા ગામના અણીકા ફળીયામાં રહેતી કાંતાબેન ઈનેશભાઈ સંગાડાએ હીરોલા બેઠક પર કોંગ્રેસ પક્ષમાંથી સભ્ય તરીકે ઉમેદાવરી કરી હતી. કાંતાબેન સંગાડા ટીનાબેન તથા ગંગાબેન સાથે ચુંટણી પત્યા બાદ રાતના સાડા સાત વાગ્યાના સુમારે મતદાન આગળ ઉભા હતા તે વખતે હિરોલા ખેડા ફળીયાના મેહુલ સુરેશભાઈ સંગાડા, સોમજી બદીયાભાઈ સંગાડા, ભુપેન્દ્ર કાળુભાઈ સંગાડા તથા ભુરા સોમજી સંગાડાએ આવી તેઓને બોગસ મતદાન કરવા દીધું ન હતુ તેથી તેની અદાવત રાખી હાથમાં પથ્થર રાખી કાંતાબેન સંગાડા, ટીનાબેન તથા ગંગાબેનને ધાકધમકીઓ આપી અમો સરપંચના માણસો છીએ. મારી સામે કેમ ઉમેદવાવરી કરી છે અમોને ઘણો ખર્ચ થઈ ગયેલ છે. તેમ કહી ગાળો બોલી કાંતાબેનના ગળામાં પહેરેલ રૂા.પ૦ હજારની કિંમતની બે તોલા વજનની સોનાની ચેન તથા રોકડા રૂપિયા ૧ર૦૦૦ તથા ટીનાબબેનના ગળામાં પહેરેલ રૂા.પ૦ હજારની કિંમતની બે તોલા વજનની સોનાની ચેન મળી રૂા.૧,૧ર,૦૦૦ની મત્તા બળજબરીથી કઢાવી કાંતાબેનની ફોરવ્હીલ ગાડી ઉભી રખાવી પથ્થર મારી કાચ તોડી નાખી ત્રણે મહિલાને છુટે હાથે મારમારી તથા મારી નાખવાની ધાકધમકી આપી હતી.

આ સંબધે હીરોલા ગામના કાંતાબેન ઈનેશભાઈ સંગાડાએ નોંધાવેલ ફરીયાદને આધારે સંજેલી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!