Sunday, 26/06/2022
Dark Mode

દાહોદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ: 9 થી 11 ના સમયગાળા દરમિયાન જિલ્લા તાલુકા પંચાયતમાં 14.2 %,દાહોદ નગરપાલિકામાં ૧૮.૨ ટકા અને ઝાલોદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 26.97 ટકા મતદાન નોંધાયું 

દાહોદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ: 9 થી 11 ના સમયગાળા દરમિયાન જિલ્લા તાલુકા પંચાયતમાં 14.2 %,દાહોદ નગરપાલિકામાં ૧૮.૨ ટકા અને ઝાલોદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 26.97 ટકા મતદાન નોંધાયું 

રાજેન્દ્ર શર્મા /જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ વચ્ચે શાંતિપૂર્ણ રીતે મતદાનનો પ્રારંભ
  • સવારના ૭થી ૯ ના સમયગાળા દરમિયાન 6.32 ટકા મતદાન નોંધાયું,
  • ભાજપ દ્વારા નાસ્તાના ટોકન આપી મતદારોને લલચાવવા ના આક્ષેપો થયા
  •  જિલ્લામાં છ જગ્યાએ ઇવીએમ મશીન ખોટકાયા
  •  કોવીડ -19 ની ગાઇડલાઇન મુજબ આરોગ્ય વિભાગ દ્વારા થર્મલ સ્ક્રેનીંગ કરી મતદાન કરવામાં આવી રહ્યું છે.
  • કેટલાક મતદાન મથકો પર ગેરરીતી કરવાના પ્રયાસોના ઉમેદવારોના આક્ષેપો
  • 9 થી 11 ના સમયગાળા દરમિયાન જિલ્લા તાલુકા પંચાયતમાં 14.2 %,દાહોદ નગરપાલિકામાં ૧૮.૨ ટકા અને ઝાલોદ નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 26.97 ટકા મતદાન નોંધાયું
  • કલેક્ટરશ્રી વિજય ખરાડીએ આઈટીઆઈ ખાતે મતાધિકારનો ઉપયોગ કર્યો
  •  રાજ્યકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે મતદાન કર્યું 

દાહોદ તા.28

દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે સવારના ૭થી ૯ ના સમયગાળા દરમિયાન 6.32 ટકા મતદાન થવા પામ્યું છે ત્યારબાદ 9 થી 11 ના સમયગાળા દરમિયાન જિલ્લા તાલુકા પંચાયતમાં 14.2 % અને દાહોદ નગરપાલિકામાં ૧૮.૨ ટકા અને ઝાલોદ નગરપાલિકા માં 26.97 ટકા મતદાન નોંધાવા પામ્યું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે સૌથી વધુ મતદાન લખણપુર માં 12 .14% થયું છે. બીજી તરફ અનેક સ્થળોએ ઇવીએમ ખડકાતા મતદારોને હેરાન પરેશાન થવાનો વારો પણ આવ્યો હતો ત્યારે સંલગ્ન તંત્ર દ્વારા ઇવીએમ મશીન ઓને તાત્કાલિક ઈવીએમ મશીનો બદલવાની કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

 નાસ્તાની ટોકન વેચાતી હોવાના આક્ષેપો થયાં

 દાહોદ જિલ્લામાં મતદાન શરુ થઇ ચુક્યું દાહોદ જિલ્લા પંચાયતમાં અત્યારસુધીમાં 8.15 ટકા મતદાન થયું છે , સૌથી વધુ લખણપુરમાં 12.14 ટકા મતદાન થયું છે . જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડની માર્ગદર્શિકા પ્રમાણે મતદાન વેળાએ પણ આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે . જેથી મતદારોનું થર્મલ સ્ક્રીનીંગ કરીને તેમને સેનેટાઉઝેશન કરાવીને પછી મતદાન મથકમાં મોકલવામાં આવી રહ્યા છે.દાહોદ જિલ્લામાં 6 મતદાન મથકોમાં ઇવીએમ ખોટકાતાં બદલવા પડ્યા છે . દાહોદ નગર પાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન શરુ થઇ ચુક્યુ છે .9 વોર્ડની 35 બેઠકોની ચૂંટણી થવાની છે ત્યારે પ્રથમ બે કલાકમાં 6.32 ટકા મત નોંધાયુ છે. દાહોદ જિલ્લામાં શાંતિ પૂર્ણ રીતે મતદાન સરુ થયુ હતુ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 ઠેકાણે ઇવીએમ મશીન ખોટકાયાં 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાંચ થી 6 ઠેકાણે ઇવીએમ ખોટકાતાં બદલવા પડ્યા હોવાની માહિતી જિલ્લા ચુંટણી શાખામાંતી મળી છે.જેમાં દાહોદ તાલુકાના હિમાલામાં,લીમખેડામાં કુણધા અને પરમારના ખાખરીયા,તેમજ ફતેપુરા તાલુકામાં નાની ઢઢેલી અને વાંદરિયા પૂર્વ તેમજ સંજેલીના કુંડાના એક મતદાન મથકમાં ઇવીએમ ખોટકાતાં તુરત જ તેને બદલીને મતદાન શરુ કરી દેવાયુ હતુ.જો કે ઇવીએમ ખોટકાવાને કારણે મતદાન પ્રભાવિત તયુ ન હોવાનુ પણ ચુંટણી શાખામાંથી જાણવા મળ્યુ છે.

 

error: Content is protected !!