Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરામાં પગપાળા મતદાન કેન્દ્રની મુલાકાત લેતા ગોધરા રેન્જના આઇજી અને દાહોદ જિલ્લા પોલીસ વડા….

ફતેપુરામાં પગપાળા મતદાન કેન્દ્રની મુલાકાત લેતા ગોધરા રેન્જના આઇજી અને દાહોદ જિલ્લા પોલીસ વડા….

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

  • ફતેપુરામાં પગપાળા મતદાન કેન્દ્રની મુલાકાત લેતા ગોધરા રેન્જના આઇજી અને દાહોદ જિલ્લા પોલીસ વડા
  • ફતેપુરા તાલુકાના સંવેદનશીલ અને અતિસંવેદનશી મત દાન કેંદ્ર તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા રેન્જ આઈ જી અને જિલ્લા પોલીસ વડા
  • ફતેપુરાના કાલીયા વલુંડા મતદાન મથકે 100 વર્ષની બુઝુર્ગ મહિલાએ મતદાન કર્યું
  • ફતેપુરામાં લકવાના દર્દીએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી 

ફતેપુરા તા.28

ફતેપુરા તાલુકામાં આજ રોજ ૨૮ તાલુકા પંચાયત અને તાલુકામાં સમાવિષ્ટ 6 જિલ્લા પંચાયતના સભ્યો માટે મતદાન ચાલતું હોય કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સુમેળભર્યા વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂરી થાય એ માટે દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશભાઈ જોયસર તેમજ ગોધરા રેન્જ આઈ જી એ પોલીસ ફોર્સ સાથે તાલુકાના ચાલતા મતદાન કેન્દ્રોની મુલાકાત તેમજ ફતેપુરા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધેલ હતી

ફતેપુરામાં લકવાના દર્દીએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી 

  ફતેપુરા તાલુકાના કાલીયા વલુંડા મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહેલ છે.લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.નવયુવાન થી લગાવીને વૃદ્ધો અને રોગથી પીડાતા મતદારો પણ મતદાન કરવા માટે આવી રહેલ છે કંકુબેન હીરાભાઈ બરજોડ જેઓની ઉંમર 65 વર્ષ છે અને નાયબ મામલતદાર માંથી નિવૃત થયેલ છે અને લકવાના દર્દી હોવા છતાં પતિ ના સહારે મતદાન કરવા માટે કાલીયા વલુંડા મતદાન કેન્દ્ર પર મતદાન કરવા માટે આવેલ હતા

ફતેપુરાના કાલીયા વલુંડા મતદાન મથકે 100 વર્ષની બુઝુર્ગ મહિલાએ મતદાન કર્યું 

  ફતેપુરા તાલુકાના કાલીયા વલુંડા મતદાન મથક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહેલ છે લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે નવયુવાન થી લગાવીને વૃદ્ધો અને રોગથી પીડાતા બીમાર મતદારો પણ મતદાન કરવા માટે આવી રહેલ છે સો વર્ષને વટાવી ચૂકેલ બુઝર્ગ લાલી બેન નારણભાઈ બરજોડ ઉંમર વર્ષ આશરે સો વર્ષ મતદાન કરી લોકશાહીની પર્વમાં ભાગીદાર થયા હતા

error: Content is protected !!