Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ નગર પાલિકાના કથિત કૌભાંડો અંગે ચીફ ઓફિસર ફરતે ગાળિયો કસાયો: પાલિકાના વહિવટમાં નાણાકીય ગેરરીતિઓ થઇ હોવાની ગંભીર નોંધ સાથે જાગૃત નાગરિકોએ માંગેલ માહિતી દિન ૭ માં આપવા પ્રાદેશિક કમિશનરનો આદેશ..

દાહોદ નગર પાલિકાના કથિત કૌભાંડો અંગે ચીફ ઓફિસર ફરતે ગાળિયો કસાયો: પાલિકાના વહિવટમાં નાણાકીય ગેરરીતિઓ થઇ હોવાની ગંભીર નોંધ સાથે જાગૃત નાગરિકોએ માંગેલ માહિતી દિન ૭ માં આપવા પ્રાદેશિક કમિશનરનો આદેશ..

ભાવેશ રાઠોડ એડિટર દાહોદ લાઈવ ડેસ્ક…

 દાહોદ નગર પાલિકાના કથિત કૌભાંડો અંગે ચીફ ઓફિસર ફરતે ગાળિયો કસાયો: પાલિકાના વહિવટમાં નાણાકીય ગેરરીતિઓ થઇ હોવાની ગંભીર નોંધ સાથે જાગૃત નાગરિકોએ માંગેલ માહિતી દિન ૭ માં આપવા પ્રાદેશિક કમિશનરનો આદેશ:ચીફ ઓફિસર ના કૌભાંડો અંગે દાહોદ લાઇવ આવનારા દિવસોમાં સિલસિલાબંધ ધડાકા કરશે

દાહોદ તા.20

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઇ હાલ રાજકીય પક્ષોમાં ભારે ગરમા ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.તમામ રાજકીય પક્ષો હાલ મતદારોને રિઝવવાનો પ્રયાસ કરવામાં લાગી રહ્યા છે. સત્તાધારી પક્ષ છેલ્લા પાંચ વર્ષમાં કરેલા વિકાસ કાર્યોના સથવારે મતદારો સુધી પહોંચી રહ્યા છે. વિપક્ષ તેમજ અન્ય પાર્ટીઓ મોંઘવારી તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો તેમજ પરિવર્તન લાવી ઈમાનદાર નેતૃત્વ સાથે શાશન કરવાના વાયદાઓ સાથે ચૂંટણીની વૈતરણી પાર કરવા પૂરજોશમાં લાગી ગયો છે ત્યારે આ તમામ પરિસ્થિતિની વચ્ચે દાહોદ નગરપાલિકામાં તત્કાલીન ચીફ ઓફિસરે જનતાના ચુકવેલા ટેક્સની રકમ ને જનતાના વિકાસમાં લગાવવાની જગ્યાએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી અધધ… કહી શકાય તેવી કરોડો રૂપિયાના ગોટાળા કર્યા હોવાનું ઘસ્ફોટક થવા પામ્યું છે. તેમજ આ મામલે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ મામલે માહિતી માંગતા તેમજ પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં થયેલ રૂબરૂં સુનવણીમાં પાલિકાના સભ્યો ગેરહાજર રહ્યા હતા. તેમજ અરજદાર દ્વારા મુદ્દાસર અને આધારો સહીત રજૂઆતોનો અભ્યાસ કર્યો હતો. અને પ્રાદેશિક કમિશનર કચેરીએ નગરપાલિકાના સત્તાધીશોએ પાલિકાના વહીવટમાં ગંભીર ગેરરીતિઓ આચરી હોવાની નોંધ સાથે જાગૃત નાગરિકોએ માંગેલ માહિતીની સર્ટિફાઇડ નકલો દિન 7 માં આપી દેવાના આદેશો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે માહિતીની સર્ટિફાઈડ નકલો મળ્યા બાદ પાલિકાના વહીવટમાં થયેલી ગેરીરીતી મામલે આવનારા સમયમાં દાહોદ લાઈવમાં સિલસિલાબંધ વિગતો સાથે ધડાકા કરશે. જોકે તેવા સંજોગોમાં પાલિકાના વહીવટમાં ગેરીરીતી આચરનારા સત્તાધીશો માટે કપરા ચઢાણ જોવાઈ રહ્યા છે.ત્યારે ભ્રષ્ટાચારની લડાઈમાં ગેરરીતી આચરનારા વિરુદ્ધ જેતે નિયમો હેઠળ કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ રહેશે તેમાં કોઈ બેમત નથી.

error: Content is protected !!