Monday, 17/01/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં “આરટીઇ”ના કાયદા હેઠળ 25 ટકા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા “ગુજરાત શિક્ષણ પરિષદ” દ્વારા “જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી”ને લેખિતમાં રજૂઆત કરાઈ

દાહોદ જિલ્લામાં “આરટીઇ”ના કાયદા હેઠળ 25 ટકા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવા “ગુજરાત શિક્ષણ પરિષદ” દ્વારા “જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી”ને લેખિતમાં રજૂઆત કરાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લામાં આર.ટી.ઈ. એક્ટ ૨૦૦૯ની કલમ – ૧૨ (૧) (સી) અંતર્ગત નબળા વર્ગાેના બાળકો માટે પુર્વ – પ્રાથમિક (જુનીયર કે.જી.) શાળાથી ૨૫ ટકા નિ-શુલ્ક પ્રવેશ માટેના ક્વોટાનો અમલ કરવા બાબતે આજરોજ ગુજરાત શિક્ષણ પરિષદના દાહોદના આગેવાનો દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, દાહોદને લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આપવામાં આવેલ લેખિત અરજીમાં જણાવ્યા સરકારશ્રીના આરટીઇ ના કાયદા હેઠળ આવરી લેવામાં આવે જે નોન – ગ્રાન્ટેડ, પ્રાઈવેટ શાળાઓ પુર્વ – પ્રાથમિક કક્ષાએથી એટલે કે, આંગણવાડી, નર્સરી, કિન્ડર ગાર્ટન, જુનીયર કે.જી., સીનીયક કે.જી. થી શિક્ષણ શિક્ષણ આપતી હોય તે શાળાઓ પુર્વ – પ્રાથમિક કક્ષાએથી ગરીબ બાળકો માટેના ૨૫ ટકા ક્વોટાનો અમલ કરશે. પડોશી મહારાષ્ટ્ર રાજ્યમાં છેક ૨૦૧૫થી આર.ટી.ઈ. એક્ટની આ જાેગવાઈનો અમલ થઈ રહ્યો છે આ અનુસંધાનમાં બોમ્બે હાઈકોર્ટે કેટલાંક ચુકાદાઓ પણ આપેલ છે. વધુમાં જણાવ્યાં અનુસાર, તાજેતરમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તારીખ ૨૩ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં માત્ર ૦૬ વર્ષથી પ્રવેશ આપવાનો જ હુકમ કરવામાં આવેલ છે પરંતુ પુર્વ – પ્રાથમિક કક્ષાએથી એટલે કે, જુનીયર કે.જી.થી ગરીબ બાળકોના માટેના ૨૫ ટકા ક્વોટાનો અમલ કરવા અંગે કોઈ જાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી ગુજરાત શિક્ષણ પરિષદ દ્વારા ગુજરાત સરકારને વહેલામાં વહેલી તકે જુનીયર કે.જી.થી નોન – ગ્રાન્ટેડ, પ્રાઈવેટ સ્કુલોમાં ગરીબ બાળકો માટેના ૨૫ ટકા ક્વોટાનો અમલ કરવા અનુરોધ કર્યાે હતો.

———————————————

error: Content is protected !!