Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના પંચાયતમાં મનરેગા શાખાના કર્મચારી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ જનરેટ કરી ગેરરીતી આચર્યાનું ધ્યાને આવતા ફરજ પરથી છુટા કરાતાં ખળભળાટ

ફતેપુરા તાલુકાના પંચાયતમાં મનરેગા શાખાના કર્મચારી દ્વારા બોગસ ડોક્યુમેન્ટ જનરેટ કરી ગેરરીતી આચર્યાનું ધ્યાને આવતા ફરજ પરથી છુટા કરાતાં ખળભળાટ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૦

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા પંચાયતમાં મનરેગા શાખામાં ફરજ બજાવતાં એક ગ્રામ રોજગાર સેવક દ્વારા કાળીયા ગ્રામ પંચાયતમાં મસ્ટરરોલ ગ્રામ પંચાયતના પાસવર્ડથી પંચાયત લોગીનથી બારોબાર ફીલ કરી ખોટા એમ.બી.નંબર પેજ નંબર નાખી પંચાયત લોગીન પાસવર્ડથી વેજલીસ્ટ જનરેટ કરવામાં આવતાં અને આ ગંભીર પ્રકારની ગેરરિતી આ કર્મચારી દ્વારા કરાતાં આ અંગેની જાણ ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારીને થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કર્મચારીને છુટા કરવાનો હુકમ કરતાં ફતેપુરા તાલુકા પંચાયત સહિત જિલ્લાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ફતેપુરા તાલુકા પંચાયતમાં છાસવારે કૌંભાડો બહાર આવતાં રહે છે. ભુતકાળમાં પણ મનરેગા યોજનામા ચાર કરોડની ઉચાપતની ફરિયાદ નોધાતા કેટલાયે સરપંચો જેલના સળિયા પાછળ તેમજ પોસ્ટ માસ્તરે આત્મહત્યા કરી હતી. અવાર નવાર વિવાદીત આ તાલુકા પંચાયતનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતાં જિલ્લાભરમાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણી ટાળે સ્તબ્ધતા સહિત ચકચાર મચી જવા પામ્યો છે. જાણવા મળ્યા પ્રમાણે, આ કચેરીમાં ફરજ બજાવતાં ગ્રામ રોજગાર સેવક પ્રવિણભાઈ રૂપાભાઈ બામણીયા દ્વારા કાળીયા ગ્રામ પંચાયતમાં કુલ ૩૧ મસ્ટરરોલ ગ્રામ પંચાયતના પાસવર્ડથી પંચાયત લોગીનથી બારોબાર ફીલ કરી ખોટા એમ.બી.નંબર પેજ નંબર નાંખી પંચાયત લોગીન પાસવર્ડથી વેજસીસ્ટ જનરેટ કરવામાં આવેલ હતાં જે મનરેગા એક્ટ કલમ ૨૫ મુજબ ખુબજ ગંભીર પ્રકારની ગેરરીતી કરી હતી. અને નાણાંકીય ઉચાપત કરવાનો પ્રયાસ કર્યાે હતો. સરકારની યોજનાનુ આ કર્મચારી દ્વારા ગુનાહિત કૃત્ય અને ફરજ પ્રત્યે અતિ ગંભીર પ્રકારનું કૃત્ય આચરતાં તેમજ ફરજ પ્રત્યે નિષ્ઠા અને ફરજનો અભાવ જણાતાં તે ઉપરાંત રેકર્ડ જાેડે ચેડા કરી આવુ કૃત્ય કરતાં અગાઉ આ કર્મચારી પ્રવિણભાઈ રૂપાભાઈ બામણીયાને મનરેગા યોજનાનો મહત્વનાં રિપોર્ટ આધાર સિંડીગ, જાેબકાર્ડ વેરીફીકેશન, કામોની ડિમાન્ડ, રીજેક્ટેડ એકાઉન્ટ અને જાેબકાર્ડ ડીલીટ બાબતે કારણદર્શક નોટીસો આપવામાં પણ આવી હતી જેના ખુલાસાઓ પણ તાલુકા પંચાયત કચેરી, ફતેપુરા ખાતે આ કર્મચારી દ્વારા કરવામાં આવી ન હતી. તેઓની કામગીરી સંતોષકારક ન જણાતા તેમજ કામગીરી કરવામાં સદંતર નિષ્ફળ નિવડતાં આ કર્મચારીએ ગંભીર પ્રકારની ગેરરિતી નાણાંની ઉચાપત કરવાનો પ્રયાસ તેમજ નબળી કામગીરી બદલ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા દ્વારા આ કર્મચારીને છુટા કરવાનો હુકમ કર્યાે હતો.

——————————————

error: Content is protected !!