Saturday, 25/06/2022
Dark Mode

દાહોદ:બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ખાતે પાસબુક પ્રિન્ટીંગ મશીન છેલ્લા પાંચ – છ મહિનાઓથી બંધ હોવાની ગ્રાહકો ભારે હાલાકી વધી જવા મજબૂર બન્યા

દાહોદ:બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ખાતે પાસબુક પ્રિન્ટીંગ મશીન છેલ્લા પાંચ – છ મહિનાઓથી બંધ હોવાની ગ્રાહકો ભારે હાલાકી વધી જવા મજબૂર બન્યા

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૧૦

દાહોદ શહેરમાં આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ખાતે પાસબુક પ્રિન્ટીંગ મશીન છેલ્લા પાંચ – છ મહિનાઓથી બંધ હોવાની ગ્રાહકોની બુમો સાથે આ બેન્કના ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતની બેન્કના કર્મચારીઓન વાત કરવા જતા કોઈ નક્કર અને સુવ્યવસ્થિ જવાબો આપવા પણ તૈયાર ન થતાં હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.

દાહોદ શહેરમાં હનુમાન બજાર સ્થિત આવેલ બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કના ખાતેદારોને હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેનું મુખ્ય કારણ એ છે કે, આ બેન્કમાં પાસબુક પ્રિન્ટીંગ મશીન છેલ્લા પાચ – છ માસથી બેધ હાલતમાં રહેતા અહીં પાસબુકમાં એન્ટ્રી કરાવવા આવતાં ખાતેદારોને ધરમના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે. આજદિન સુધી પણ આ પાસબુક પ્રિન્ટીંગ મશીન ચાલુ ન થતાં ખાતેદારો રોજેરોજ પોતાની પાસબુકમાં એન્ટ્રી કરાવવાના આશયે ધરમના ધક્કા ખાઈ રહ્યાં છે. બેન્ક કેસીયરથી લઈ મેનેજરને પણ આ બાબતે ખાતેદારો દ્વારા અનેકવાર રજુઆતો કરવા છતાંય આ બેન્કના સત્તાધીશોના પેટનું પાણી પણ ન હાલતા હાલ અહીંના ખાતેદારો ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે. આ બેન્કનો કોઈ ખાતેદાર જાે આ ભોગવવી પડતી મુશ્કેલી વિશે બેન્ક કર્મચારીને વાત કરે તો તેઓ દ્વારા એમ જણાવવામાં આવે છે કે, પ્રિન્ટીંગ મશીન બંધ છે, સ્ટેટમેન્ટ કઢાવી લો, પાસબુકમાં એન્ટ્રી નહીં થાય, આવા જવાબો સાંભળી ખાતેદારો મુંઝવણમાં મુકાય છે કે, સ્ટેટમેન્ટ કઢાવીએ તો મફ્તમાં તો સ્ટેમેન્ટ નહીં નીકળે, સ્ટેમેન્ટના પણ પૈસા ચુકવવા પડે. તેવા વિચાર સાથે ખાતેદારો વીલા મોઢે પરત ફરે છે. આ બેન્કની કામગીરી તરફ પણ લાગતું વળગતું તંત્ર ધ્યાન કેન્દ્રીત કરે તે અતિ આવશ્યક બની રહ્યું છે કારણ કે, અહીં મોટાભાગના ગ્રામીણ લોકો ખાતાઓ ધરાવે છે અને તેઓને કોઈ કામ માટે જાે પાસબુકમાં એન્ટ્રી કરાવવાની અનિવાર્ય બની રહે ત્યારે તેઓનું કામ તો અટવાઈ જ જાય છે પરંતુ રોજેરોજ ધક્કા ખાવાનો વારો પણ આવે છે. આ સાથે સાથે બેન્કમાં ભીડભાડ પણ એટલી રહે છે કે, લોકોને સવાર થી સાંજ સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવાનો વારો પણ આવે છે. આ સાથે આ બેન્ક કર્મચારીઓ દ્વારા પોતાની મંથરગતિની કામગીરીને પગલે પણ ખાતેદારો ભારે હેરાન પરેશાન થઈ રહ્યાં છે.

————–

error: Content is protected !!