Wednesday, 16/06/2021
Dark Mode

યુનિટી ફાઉન્ડેશન દાહોદ તેમજ રાજ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું

યુનિટી ફાઉન્ડેશન દાહોદ તેમજ રાજ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

યુનિટી ફાઉન્ડેશન દાહોદ તેમજ રાજ ઇન્ડસ્ટ્રીઝ ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું,ઈન્ડીયન રેડકોસ સોસાયટી ના ભવન ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું૪૫ જેટલા દાતાઓએ બ્લડ ડોનેટ કરેલ હતું

                           યુનિટી ફાઉન્ડેશન દાહોદ તથા રાજ ઇન્ડસ્ટ્રીઝ ના સંયુક્ત ઉપક્રમે ઈન્ડીયન રેડકોસ સોસાયટી ના ભવન માં બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ ઉત્સાહપૂર્વક પૂર્વક ભાગ લઇ ૪૫ જેટલા દાતા ઓ એ બ્લડ ડોનેટ કર્યું હતું બ્લડ ડોનેટ કરેલ દાતાઓને યુનિટી ફાઉન્ડેશન દાહોદ ના પ્રમુખ સલમાન ભાઈ સાકીર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ગીફ્ટ તેમજ પ્રમાણપત્ર આપવામાં આવેલ હતા આ પ્રસંગે રેડક્રોસ સોસાયટીના મંત્રી એન કે પરમાર નરેશભાઈ ચાવડા તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા યુનિટી ફાઉન્ડેશન દાહોદ દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસ તેમજ દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ સૈયદના સાહેબના સાલગીરા નિમિત્તે બ્લડ ડોનેટ નો કાર્યક્રમ તેમજ દવાખાનામાં દર્દીઓને ફળ ફળાદી આપવા માટે નું સામાજિક કાર્યક્રમો રાખી ને સમાજ સેવાનું કાર્ય નિરંતર કરે છે

error: Content is protected !!