Saturday, 20/04/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના મોટી નાદુકણના જમીન સંબંધી બાબતે ડેપ્યુટી સરપંચની પત્નીને માર મારતા સસ્તા અનાજની દુકાનના સંચાલક સહીત 4 સામે ગુનો નોંધાયો,

ફતેપુરા તાલુકાના મોટી નાદુકણના જમીન સંબંધી બાબતે ડેપ્યુટી સરપંચની પત્નીને માર મારતા સસ્તા અનાજની દુકાનના સંચાલક સહીત 4 સામે ગુનો નોંધાયો,

હિતેશ કલાલ :- સુખસર 

મોટી નાદુકણના ડેપ્યુટી સરપંચની પત્નીને માર મારતા સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ગુનો નોંધાયો,મહિલા સહિત ૪ સામે છેડતી ધમકી અને મારામારીનો ગુનો નોંધાયો,નવીન મકાનમાં પાયો ખોદવા બાબતે થઈ હતી તકરાર.

સુખસર.તા.30

ફતેપુરા તાલુકાના મોટી નાદુકણ ગામે 28 ડિસેમ્બરના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં મકાનનો પાયો ખોદવા બાબતે બોલાચાલી થઇ હતી. જેમાં મહિલાને ગડદાપાટુનો માર મારતાં મહિલા સહિત ચાર સામે છેડતી ધમકી અને મારામારીનો ગુનો નોંધાયો હતો.

   ફતેપુરા તાલુકાના મોટી ના દુકાન ગામે 28 ડિસેમ્બરના રોજ સવારના દસ વાગ્યાના અરસામાં કૈલાસબેન વિજયભાઈ પટેલ નવીન મકાનનું કામ ચાલતું હોવાથી મજૂરો પાસે પાયો ખોદવાનું કામ કરાવી રહ્યા હતા આ અરસામાં નજીકમાં રહેતા રમણ કાના પટેલ દ્વારા મહિલા સાથે ઝપાઝપી કરી તકરાર કરી હતી.તેમજ અન્ય પ્રભુદાસ કાના પટેલ જિગ્નેશ રમણ અને દક્ષાબેન રમણ પટેલ દ્વારા આવી કૈલાસ બેનને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો.અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. કૈલાસબેન બૂમાબૂમ કરતાં અન્ય લોકો દોડી આવ્યા હતા.અને વધુ માર માથી છોડાવ્યા હતા. આ ઘટના બાબતે કૈલાસ બેને ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ આપતા ફતેપુરા પોલીસે મહિલા સહિત ચાર ઈસમો સામે છેડતી ધમકી અને મારામારીનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.જોકે  કૈલાસબેન ના પતિ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચનો હોદ્દો ધરાવે છે તેમજ સામાવાળા રમણભાઈ પટેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક હોવાનું જાણવા મળ્યું હતું.જોકે  મહિલા સાથે તકરાર થતાં સૌથી પહેલા 181 મહિલા અભયમ બોલાવાઇ હતી જેઓ દ્વારા સ્થળ પર આવી બંને પક્ષોની વાત સાંભળી સમજાવટ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સામેવાળા કોઈ જ વાત ન માનતા આખરે મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેઓ મહિલાના પતિ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું

error: Content is protected !!