Friday, 25/06/2021
Dark Mode

ફતેપુરા તાલુકાના બાવાનીહાથોડ ખાતે સરકારી ગોડાઉનમાં અનાજ વેચાણ કરવા આવતા ખેડૂતોને વિવિધ પ્રકારે પડતી મુશ્કેલી દૂર કરવા માંગ,સંજેલી તાલુકાના ખેડૂતો ફતેપુરા તાલુકા ગોડાઉનમાં અનાજ વેચાણ કરવા આવવા મજબૂર

ફતેપુરા તાલુકાના બાવાનીહાથોડ ખાતે સરકારી ગોડાઉનમાં અનાજ વેચાણ કરવા આવતા ખેડૂતોને વિવિધ પ્રકારે પડતી મુશ્કેલી દૂર કરવા માંગ,સંજેલી તાલુકાના ખેડૂતો ફતેપુરા તાલુકા ગોડાઉનમાં અનાજ વેચાણ કરવા આવવા મજબૂર

 બાબુ સોલંકી :- સુખસર 

ફતેપુરા તાલુકાના બાવાનીહાથોડ ખાતે સરકારી ગોડાઉનમાં અનાજ વેચાણ કરવા આવતા ખેડૂતોને વિવિધ પ્રકારે પડતી મુશ્કેલી દૂર કરવા માંગ,સંજેલી તાલુકાના ખેડૂતો ફતેપુરા તાલુકા ગોડાઉનમાં અનાજ વેચાણ કરવા આવવા મજબૂર,બાવાનીહાથોડ ખાતે આવેલ ગોડાઉનમાં પૂરતા પ્રમાણમાં બારદાન નહીં આવતા ગોડાઉન જવાબદારોને પડતી મુશ્કેલી.

 સુખસર,તા.૨૪

હાલ ખેડૂતો ડાંગરની ખેતી પૂર્ણ થતા ડાંગર વેચાણ કરી રહ્યા છે.જેમાં ડાંગર વેચાણ માટે ફતેપુરા તાલુકાના બાવાની હાથોડ ખાતે આવેલ તાલુકા સરકારી ગોડાઉન ખાતે ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે.જ્યાં ડાંગર વેચાણ કરવા જતાં ખેડૂતોને વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળે છે.ત્યારે ખેડૂતોને અનાજ વેચાણ કરવા આવતા મુશ્કેલી નડતરરૂપ થાય છે તે પ્રત્યે ધ્યાન આપી ખેડૂતો મુશ્કેલી વિના પોતાનું અનાજ વેચાણ કરી શકે તે પ્રત્યે તકેદારી રાખવાની જરૂર જણાઈ રહી છે.

જાણવા મળેલી વિગતો મુજબ ખેડૂતો માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી ખેડૂતોને ખેતી પાકો પકાવવા માટે સરળતા થાય તે ઉદ્દેશથી સહાય કરવામાં આવે છે.પરંતુ ખેડૂતો જ્યારે પોતાની ખેતીમાં રાત-દિવસ પરસેવો પાડી મોંઘા ભાવના બિયારણો, ખાતર લાવી પોતાના ખેતીના પાકો પકવે છે ત્યારબાદ જ્યારે વેચાણ કરવા જાય છે ત્યારે જેટલી મુશ્કેલી ખેતીપાકોની માવજત માટે કરવામાં પડતી નથી તેટલી મુશ્કેલી તેને વેચાણ કરવા જતા પડી રહી હોવાનું જાણવા મળે છે.હાલ ફતેપુરા તાલુકામાં ખાતે આવેલ સરકારી ગોડાઉનમાં ડાંગરની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી રહી છે. જ્યાં ડાંગર વેચાણ કરવા આવતા ખેડૂતો વાહનો સાથે આવે છે.ત્યારે ગોડાઉન ઉપર જવા માટે રસ્તાની સુવિધા માત્ર નામ પુરતી હોવાનું જાણવા મળે છે.તેમજ સાંકડા રસ્તા ના કારણે પોતાના વાહનને ગોડાઉન સુધી લઈ જવા મોટી મુશ્કેલી પડે છે. તેમજ રાહદારી લોકોને પણ આ રસ્તા ઉપરથી અવર-જવર કરવા માટે મુશ્કેલી પડતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.જોકે ગત વર્ષે સંજેલી તાલુકાના સરકારી ગોડાઉન ખાતે સંજેલી તાલુકાના ખેડૂતો ડાંગર વેચાણ કરતા હતા.પરંતુ કેટલાક કારણોસર હાલ ગોડાઉન બંધ કરતા સંજેલી તાલુકાના ખેડૂતો પણ ફતેપુરા તાલુકાના ખાતે આવેલ સરકારી ગોડાઉન ખાતે ડાંગર વેચાણ માટે આવી રહ્યા છે.ત્યાં બે થી ત્રણ-ત્રણ દિવસ સુધી ટ્રેક્ટરો સાથે લાઈનમાં ઉભા રહેવું પડે છે.તેમજ હાલમાં ઠંડીની મોસમ હોય ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાય છે. તે સાથે બાવાની હાથોડ ખાતે આવેલ સરકારી ગોડાઉનમાં પૂરતા પ્રમાણમાં બારદાન ની પણ ફાળવણી કરવામાં ન આવતા ગોડાઉનના જવાબદારો પણ મુશ્કેલીમાં મુકાય છે.જો સંજેલી તાલુકા સરકારી ગોડાઉનમા ડાંગરની ખરીદી કરવાની શરૂઆત કરવામાં આવે તો ફતેપુરા તાલુકા સરકારી ગોડાઉનમાં ફતેપુરા તાલુકાના ખેડૂતો આસાનીથી પોતાની ડાંગર વેચાણ કરી શકે.પરંતુ હાલ ડાંગર વેચાણ કરવા માટે આવતા ખેડૂતોના ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગતા ફતેપુરા તથા સંજેલી બંને તાલુકાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે.અને સમયસર પોતાની ડાંગર પણ વેચાણ કરી શકતા નથી.અને મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ જ તેમને ન્યાય મળે છે.ત્યારે તે પ્રત્યે લાગતા વળગતા તંત્ર દ્વારા ધ્યાન આપી ખેડૂતોને પડતી મુશ્કેલી સત્વરે દૂર કરવામાં આવે તેવી ફતેપુરા, સંજેલી તાલુકાના ખેડૂતોની ખાસ માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

સંજેલીમાં ગોડાઉનના અભાવે તગડો ભાંડો ચૂકવી ખેડૂતોને ડાંગરના વેચાણ માટે અહીંયા આવતા પારાવાર હાલાકી ભોગવે છે. સરકાર આ બાબતે અમારી મુશ્કેલી દૂર કરે તેવી માંગણી છે :-  રેવાભાઇ તાવિયાડ,થાળા સ્થાનિક,તા. સંજેલી 

અમો સંજેલી તાલુકામાંથી ડાંગર વેચાણ કરવા માટે બાવાની હાથોડ ખાતે સરકારી ગોડાઉનમાં આવેલ છીએ.અને અમો બે થી ત્રણ-ત્રણ દિવસ સુધી રાહ જોવા છતાં અમારી ડાંગર વેચાણ થઇ શકતી નથી.તેમજ અમો પંદરસો રૂપિયા લેખે ટ્રેક્ટરનું ભાડું ટ્રેક્ટર માલિકને આપીએ છીએ. તેમજ ઠંડીના કારણે અમોને મોટી મુશ્કેલી પડે છે.ત્યારે સંજેલી તાલુકામા સરોરી ખાતે આવેલ સરકારી ગોડાઉનનું ઉદઘાટન કરી તેને ચાલુ કરવામાં આવે તો અમો ખેડૂતોને તમામ પ્રકારે સરળતા રહે તેમ છે.અને આ બાબતે સરકાર ધ્યાન આપે તેવી વિનંતી પણ છે.

બારદાન ખૂટી ગયા છે. બીજા મંગાવ્યા છે :- પંકજ કલાસવા,ગોડાઉન મેનેજર બાવાનીહાથોડ,ફતેપુરા તાલુકા 

હાલ ફતેપુરા તથા સંજેલી તાલુકાના ખેડૂતોની ડાંગર ટેકાના ભાવે અમારા ગોડાઉન ખાતે લેવામાં આવી રહી છે.પરંતુ ગઈકાલે ૫૦૦૦ બારદાન આવ્યા હતા.અને તે એક જ દિવસ ચાલશે બીજા બારદાન મંગાવેલ છે અને તે આવી જશે.

સાંકડા રસ્તાઓના અભાવે વાહનચાલકો સહીત ખેડૂતોને મુશ્કેલી પડે છે.:-સી.એમ.બારીયા,સ્થાનિક બારિયાની હાથોડ 

અમારા બારીયાની હાથોડ તથા બાવાની હાથોડ જતો માર્ગ એકદમ સાંકડો છે.અને રસ્તાની સાઈડમાં કાંટાળા વૃક્ષો ફૂટી નીકળતા આમો વાહનચાલકોને મોટી મુશ્કેલી પડી રહી છે.તેમજ સરકારી ગોડાઉન પણ બાવાનીહાથોડ ખાતે આવેલ છે.જ્યાં રાત દિવસ ટ્રકો તથા ટેમ્પાઓ ની અવરજવર રહે છે.તેમજ સાંકડા રસ્તાના કારણે વાહનને ઓવરટેક કરવું પણ મુશ્કેલી ભર્યું છે.જેથી આ રસ્તાને પહોળો બનાવવામાં આવે તેમજ સાઈડમાંથી ફૂટી નીકળેલા વૃક્ષો કાપી રસ્તાની સાફ-સફાઈ કરવી જરૂરી છે.

error: Content is protected !!