Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડ તાલુકામાં ચાર દિવસમાં કોરોનાના બે કેસ નોંધાયા,               

સીંગવડ તાલુકામાં ચાર દિવસમાં કોરોનાના બે કેસ નોંધાયા,               

  કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તાલુકાના સીંગવડ બજારમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના ના બે કેસ નોંધાયા

સીંગવડ તા.21

સીંગવડ બજારમાં કોરોનાના ધીમી ગતિએ કેસો નોંધાતા જોવા મળી રહ્યા છે. લોક ડાઉન ખુલ્લુ થયા પછી કોરોનાના કેસોમાં વધારો નોંધાવા પામ્યો છે.સીંગવડ બજારમાં આવેલા બન્ને દર્દીઓને વધુ સારવાર માટે દાહોદની સરકારી કોવિડ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા.જ્યારે સીંગવડ માં હોમ આઈલોસન માં બે કેસ હતા.તેમને સારવાર કરીને તેઓને કોરોના મુક્ત કરી આરોગ્ય તંત્ર દ્વારા સીંગવડ તાલુકામા પ્રથમ હોમ આઈલોસેનનો સફળતા મળી હતી.જ્યારે દાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા અવારનવાર સર્વે કરવામાં આવી રહ્યું હોય વધતા કેસો માટે આરોગ્ય વિભાગ દ્વારા અપાતા માર્ગદર્શનને લોકો માનતા નથીતેમજ લગ્નની ખરીદી તથા લગ્નમાં મોટી સંખ્યા થવાથી આ કોરોના સંક્રમણની વધવાની જવાબદાર હોઈ શકે તેમ લાગી રહ્યું છે.ખાસ કરીને કાપડના વેપારીઓ એ સાવધાન રહેવા માટે આરોગ્ય વિભાગનું સૂચન છે કેમકે ગ્રાહક વધારે સમય કાપડના વેપારીને ત્યાં પસાર કરે છે જેના લીધે કોરોના સંક્રમણ વધી શકે તેમ છે દરેક વ્યક્તિ યોગ્ય રીતે માસ્ક પહેરે સાબુથી વારંવાર હાથ ધોવે તથા સામાજિક અંતર જાળવે તો જ કોરોના સામેની લડાઇ જીતી શકાય તેવું આરોગ્ય વિભાગ તથા વહીવટીતંત્ર નું સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે સીંગવડનું સ્થાનિક આરોગ્ય તંત્ર પણ કોરોના સંક્રમણને નાથવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે.

error: Content is protected !!