Wednesday, 12/02/2025
Dark Mode

દાહોદ તાલુકાના દેલસર ગામે પોલીસની પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:સોના ચાંદીના દાગીના મળી 5 લાખ ઉપરાંતની માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈ

દાહોદ તાલુકાના દેલસર ગામે પોલીસની પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:સોના ચાંદીના દાગીના મળી 5 લાખ ઉપરાંતની માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈ

    નીલ ડોડીયાર :- દાહોદ    

દાહોદ તા.૨૦

દાહોદ તાલુકાના દેલસર ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા મળી લાખ્ખોની ચોરી કરી તસ્કરો નાસી જતાં પંથકમાં ચોરીના બનાવથી ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

દેલસર ગામે ડામોર ફળિયામાં રહેતા પંચાલ કિરીટભાઈ કાંતિલાલ અને તેમનો પરિવાર દિવાળી અને નવા વર્ષે ગાંગરડી મુકામે

દાહોદ તાલુકાના દેલસર ગામે પોલીસની પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી એક બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો:સોના ચાંદીના દાગીના મળી 5 લાખ ઉપરાંતની માલમત્તા પર હાથફેરો કરી તસ્કરો થયાં ફરાર:પોલિસ તપાસમાં જોતરાઈસગાસંબંધીઓને ત્યા મળવા ગયા હતા અને બે દિવસ ત્યાં રોકાયા હતા. બે દિવસના રોકાણ બાદ પરત ગઈકાલે પોતાના ઘરે આવ્યા હતા. ઘરે આવતા જાેતા જ સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. તસ્કરોએ કિરીટભાઈના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયા પાંચ લાખ એમ લાખ્ખોની મત્તાનો હાથફેરો કરી તસ્કરો નાસી જવામાં સફળ રહ્યા હતા. આ ચોરીના જાણ મકાન માલિકને થતાંની સાથે જ પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા અને મકાનમાં જાેતા તમામ સર સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો અને ઉપરોક્ત મત્તાની ચોરી થઈ હોવાનું પણ જણાઈ આવતાં પરિવારના મોભી દ્વારા દાહોદ તાલુકા પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસનો આરંભ કરી દીધો છે.

———————————-

error: Content is protected !!