Monday, 26/09/2022
Dark Mode

દાહોદ:જનજાતિ સુરક્ષા મંચ દ્વારા અનુસુચિત જનજાતિયોની સાથે થઈ રહેલા અન્યાયને હંમેશા માટે સમાપ્ત કરવામાં આવે તેમજ ધર્માંતરિત લોકોને અનુસુચિત જનજાતિની સુચીમાંથી હટાવી તેમના આરક્ષણ સમાપ્ત કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર કલેકટરશ્રીને સુપરત કર્યો

દાહોદ:જનજાતિ સુરક્ષા મંચ દ્વારા અનુસુચિત જનજાતિયોની સાથે થઈ રહેલા અન્યાયને હંમેશા માટે સમાપ્ત કરવામાં આવે તેમજ ધર્માંતરિત લોકોને અનુસુચિત જનજાતિની સુચીમાંથી હટાવી તેમના આરક્ષણ સમાપ્ત કરવાની માંગ સાથે રાષ્ટ્રપતિને સંબોધન કરતું આવેદનપત્ર કલેકટરશ્રીને સુપરત કર્યો

  જીગ્નેશ બારીયા :- દાહોદ  

દાહોદ તા.૨૯

દાહોદ જિલ્લાના જનજાતિ સુરક્ષા મંચ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદન પત્ર કલેક્ટરને સુપરત કરી જણાવ્યું હતુ કે, અનુસુચિત જનજાતિયોની સાથે થઈ રહેલા અન્યાયને હંમેશા માટે સમાપ્ત કરવામાં આવે તેમજ ધર્માંતરિત લોકોને અનુસુચિત જનજાતિની સુચીમાંથી હટાવી તેમના આરક્ષણ સમાપ્ત કરવામાં આવે તેવું આવેદન પત્રમાં જણાવ્યું હતુ.

વધુમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ભારતીય અધિનિયમ ૧૯૩૫ના અંતર્ગત ભારતીય ઈસાઈની પરિભાષામાં એમ કહેવામાં આવ્યું છે કે, ભારતીય ઈસાઈ તે હશે જે કોઈ પણ ઈસાઈ પંથને માનતો હોય અને યુરોપીય અથવા આંગલો – ઈન્ડિયન ન હોય જેના અનુસાર, અનુસુચિત જનજાતિથી એક વ્યક્તિ ઈસાઈ ધર્મમાં ધર્માન્તરિત થઈ છે, સ્વાભાવિક રૂપથી તે વ્યક્તિ ભારતીય ઈસાઈની શ્રેણીમાં આવશે જેને કોઈપણ પ્રકારના આરક્ષણની સુવિધા આપવામાં અસંવૈધાનિક માનવામાં આવશે. વાસ્તવિક જનજાતિયોની સાથે થઈ રહેલા અન્યાયની સામે જનજાતિ સુરક્ષા મંચ વર્ષાેથી લડત લડી રહ્યું છે તે છતાં અત્યાર સુધી સુવિધાઓનું ધર્માન્તરિય લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આર્થિક અને શૈક્ષણિક રીતે સાચા અને વાસ્તવિક જનજાતિયોના લોકો આ લોકો ઘણી સારી સ્થિતિમાં છે. જનજાતિ સુરક્ષા મંચના જણાવ્યા અનુસાર, ઘણો વિલંબ થઈ જવાના બાદ પણ આ દિશામાં સંસોધન કરવું અતિઆવશ્યક બન્યું છે. આ મંચ દ્વારા રાષ્ટ્રપતિને અનુરોધ પણ કરવામાં આવ્યો છે કે, પાંચ દશકોથી લાંબા સમયની આ સમસ્યાનું સમાધાન માટે પ્રાથમિક આધાર પર અનુસુચિત જનજાતિયોની સાથે થઈ રહેલા આ અન્યાયને હંમેશા માટે સમાપ્ત કરવામાં આવે અને ધમાર્ન્તિરીય લોકોને અનુસુચિત જનજાતિની સુચિથી હટાવીને તાત્કાલિક આવશ્યક સંસોધન કરી વાસ્તિવક જનજાતિના લોકોના સમાન્યાનું નિરાકરણ લાવવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.

——————————-

error: Content is protected !!