Friday, 11/07/2025
Dark Mode

દાહોદ તાલુકાના મોટી સારસી ગામમાં તસ્કરો ત્રાટક્યા:બંધ મકાનને નિશાન બનાવી 95 હજાર રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી ફરાર

દાહોદ તાલુકાના મોટી સારસી ગામમાં તસ્કરો ત્રાટક્યા:બંધ મકાનને નિશાન બનાવી 95 હજાર રૂપિયાની માલમત્તા પર હાથફેરો કરી ફરાર

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૨૯

દાહોદ તાલુકાના મોટીસારસી ગામે એક બંધ મકાનના દરવાજાનું તાળું તોડી અજાણ્યા તસ્કરોએ તિજાેરીમાંથી સોના – ચાંદીના દાગીના કિંમત રૂા.૯૫૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

મોટીસારસી ગામે રહેતા ભારતીબેન હરીશભાઈ ગણાવાના બંધ મકાનને ગત તા.૧૧મી ઓક્ટોબરના રોજ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યાે હતો. મકાનની અંદર મુકી રાખેલ તિજાેરી તોડી અંદરથી સોના – ચાંદીના દાગીના કિંમત રૂા.૯૫૦૦ની ચોરી કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે ભારતીબેન હરીશબાઈ ગણાવાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!