Monday, 20/01/2025
Dark Mode

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ માથું ઊંચક્યું,  લીમખેડા તાલુકાના ધુમલી અને સાસ્ટા ગામના 10 ઘરોમાં હથિયારો સાથે લૂંટારૂઓનો આતંક:પરિવારજનોને બાનમાં લઇ દોઢ લાખની માલમત્તાની લુંટ,બે વ્યક્તિને માર મારતા ઇજા

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ માથું ઊંચક્યું,  લીમખેડા તાલુકાના ધુમલી અને સાસ્ટા ગામના 10 ઘરોમાં હથિયારો સાથે લૂંટારૂઓનો આતંક:પરિવારજનોને બાનમાં લઇ દોઢ લાખની માલમત્તાની લુંટ,બે વ્યક્તિને માર મારતા ઇજા
અર્જુન ભરવાડ,લીમખેડા/ કલ્પેશ શાહ :- સિંગવડ

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ માથું ઊંચક્યું,  લીમખેડા તાલુકાના ધુમણી અને સાસ્ટા ગામના 10 ઘરોમાં હથિયારો સાથે લૂંટારૂઓનો આતંક, પરિવારજનોને બાનમાં લઇ દોઢ લાખની માલમત્તાની લુંટ,બે વ્યક્તિને માર મારતા ઇજા, પોલીસ તપાસમાં જોતરાઇ.

દાહોદ તા.29

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલા ઘુમણી ગામે ૫ તેમજ સાસ્ટા ગામે ૫ મળી કુલ 10 ઘરોને અજાણ્યા લૂંટારુંઓએ નિશાન બનાવી મારક હથિયારો સાથે લૂંટારૂઓ ત્રાટક્યા હતા.અને ૧.૫૨ લાખની મતાની લૂંટ કરી બે વ્યક્તિઓને માર મારી ઇજા પહોંચાડી દેવાની ઘટના બાદ પંથકમાં ભયનું વાતાવરણ સર્જાવા પામ્યું છે આ સાથે જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવી લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ માથું ઊંચક્યું,  લીમખેડા તાલુકાના ધુમલી અને સાસ્ટા ગામના 10 ઘરોમાં હથિયારો સાથે લૂંટારૂઓનો આતંક:પરિવારજનોને બાનમાં લઇ દોઢ લાખની માલમત્તાની લુંટ,બે વ્યક્તિને માર મારતા ઇજા લુટના બનાવમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પરિવારના સભ્યો

વધુ મળતી પ્રાપ્ત  માહિતી અનુસાર, લીમખેડાના ઘુમણી ગામે રહેતા શરદ માવી ગતરાત્રીના સુમારે જમી પરવારી ઊંઘી ગયા હતા.તે દરમિયાન રાત્રે સાડા દસ વાગ્યાના સુમારે ૫ થી ૭ જેટલા લૂંટારૂઓ ઘુમણીના નિશાળ ફળિયાને નિશાન બનાવી ત્રાટકેલા હતા.જેમાં ભાવેશ શંકર માવી તથા શરદ જોખના માંવીના પરિવારને બંધક બનાવી ઘરમાં તિજોરીમાં મૂકી રાખેલા રોકડ તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ રૂપિયા 1.52 લાખની મત્તાની લૂંટ કરી હતી.ત્યારબાદ આ ઉપરાંત ગામમાં રહેતા કૈલેશ દીધા માવિના ઘરની કાચની બારી તોડી તેમજ દરવાજાનું હેંડલ તોડી નાખી ઘર ઉપર પથ્થરમારો કરી ચોરી કરવા માટેનો પ્રયાસ કર્યો હતો.તેમજ રમણ જોખના માવીના ઘરે પહોંચી જઈને લૂંટારું ઓએ ઘરમાં ઘરમાં પ્રવેશ કરી રમણ માવીને કાંડાના ભાગમાં ધાર્યું મારી ગંભીર ઇજા કરી હતી.ત્યારબાદ શૈલેષ સરતન માવીને પણ સાથળના ભાગે તિક્ષણ હથિયાર મારી ગંભીર ઇજા કરી ભાગી છૂટયા હતા આજ રાત્રિ દરમિયાન સાસ્ટા ગામે પણ પાંચ ઘરોમાં લુંટ કરી હોવાની ફરિયાદ થવા પામી છે.આમ એક જ રાત્રિ દરમિયાન ઘુમણી અને શાસ્ટા ગામમાં કુલ ૧૦ ઘરોમાં લૂંટ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે

બંને ઈજાગ્રસ્તોને દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.
આ બનાવ સંદર્ભે ઘુમણી ગામના સરદ જોખના માવીએ નોંધાવેલી ફરિયાદના પગલે લીમખેડા પોલીસે અજાણ્યા લૂંટારૂઓએ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!