Friday, 11/10/2024
Dark Mode

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ આપ્યો લૂંટની ઘટનાને અંજામ :શહેરની શ્રીનગર સોસાયટીમાં આવેલા 4 લૂંટારુઓએ બે બાળકોને બંધક બનાવી ૩૨ લાખ ઉપરાંતની સનસનાટીભરી લૂંટથી ખળભળાટ:બાળકોને મારી નાખવાની ધમકી આપી લૂંટારૂઓ અઢી લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લૂંટી નાસી છુટતા ચકચાર

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ આપ્યો લૂંટની ઘટનાને અંજામ :શહેરની શ્રીનગર સોસાયટીમાં આવેલા 4 લૂંટારુઓએ બે બાળકોને બંધક બનાવી ૩૨ લાખ ઉપરાંતની સનસનાટીભરી લૂંટથી ખળભળાટ:બાળકોને મારી નાખવાની ધમકી આપી લૂંટારૂઓ અઢી લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લૂંટી નાસી છુટતા ચકચાર

રાજેન્દ્ર શર્મા,જીગ્નેશ બારીયા :- દાહોદ

દાહોદ તા.૦૯

દાહોદ શહેરમાં આવેલ મધુરમ પાર્ક, શ્રીનગર -1 સોસાયટીમાં એક મકાનમાં  રાત્રીના આઠ થી નવ વાગ્યાના સમયગાળા દરમ્યાન બાળકોનો એકલતાનો લાભ લઇ ચાર જેટલાં અજાણ્યા લુંટારૂઓએ મકાનમાં પ્રવેશ કરી ઘરમાં હાજર બે બાળકોને બંધક બનાવી મારી નાંખવાની ધમકી આપી મકાનમાંથી અંદાજે અઢી લાખ રૂપીયા રોકડા અને ૩૦ લાખ રૂપીયાના સોના – ચાંદીના દાગીનાની સનસનાટી ભરી લુંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટનાના સમાચાર વાયુવેગે વિસ્તાર સહિત પંથકમાં ફેલાતા દિવાળી ટાળે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

એક તરફ કોરોના વૈશ્વિક મહામારી અને બીજી તરફ આવતા જતાં તહેવારોમાં લોકો તહેવારોની ઉજવણી કરીયે કે કોરોના સંક્રમણથી બચીયે. આ મુંઝવણ સાથે પોતાનું જીવન વ્યતિત કરી રહ્યા છે. તહેવાર નાનો હોય કે મોટો પરંતુ બાળકો અને પરિવારની ખુશી માટે લોકો સંતોષકારક ઉજવણી કરતાં રહે છે. આવા સમયે તસ્કરોને પણ જાણે મોકળું મેદાન મળી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ આપ્યો લૂંટની ઘટનાને અંજામ :શહેરની શ્રીનગર સોસાયટીમાં આવેલા 4 લૂંટારુઓએ બે બાળકોને બંધક બનાવી ૩૨ લાખ ઉપરાંતની સનસનાટીભરી લૂંટથી ખળભળાટ:બાળકોને મારી નાખવાની ધમકી આપી લૂંટારૂઓ અઢી લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લૂંટી નાસી છુટતા ચકચારભાડાના મકાનમાં રહેતા રેલકર્મીના બન્ને બાળકોના જન્મદિવસ હોવાથી પત્ની સાથે બજારમાં કેક લેવા ગયા અને પાછળથી સર્વસ્વ લુંટાયું 

દાહોદ શહેરમાં મધુરમ પાર્ક, શ્રીનગર સોસાયટીમાં રહેતા અને બોરડી રેલ્વે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતાં રાકેશકુમાર સીંગ ન શ્રીનગર -1 સોસાયટીમાં એક ભાડાના મકાનમાં રહે છે. આજરોજ રાકેશકુમારના બે બાળકો જેમાં એક ૧૨ વર્ષીય બાળકી અને એક ૦૭ વર્ષીય છોકરો આ બંન્નેનો એક સાથે જન્મ દિવસ હોઈ રાકેશકુમાર અને તેમની પત્નિ બંન્ને બાળકોને કોઈપણ આવે પણ દરવાજો ન ખોલતા તેમ કહી  કેકની ખરીદી કરવા બજારમાં નીકળ્યા હતા. આ દરમ્યાન રાત્રીના આઠ થી નવ વાગ્યા સમયગાળા દરમ્યાન ઉપરોક્ત રાકેશકુમારના બંન્ને બાળકો ઘરે એકલા હતા. આજ સમયનો તકાદો મેળવી અજાણ્યા ચાર જેટલાં લુંટારૂઓ રાકેશકુમારના ઘર તરફ પ્રયાણ કર્યું હતું. ઘરવાજાે બાળકોએ બંધ જ કરી રાખ્યો હતો.પરંતુ બહાર ઉભેલા લુંટારૂઓએ બાળકોને પાણી પીવા માટે બાળકોને દરવાજો ખોલવા કીધું હતું.તે સમયે ઘરમાં કોઈ નથી તેમ લૂંટારૂઓને જણાવતા લૂંટારુઓએ ડરાવી, ધમકાવી, મારી નાંખવાની ધમકી આપી જબરદસ્તી દરવાજાે ખોલાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ બાદ લુંટારૂઓએ આ મકાનમાં પ્રવેશ કરી મકાનની અંદરથી અઢી લાખ રૂપીયા રોકડા અને ૩૦ લાખની કિંમતના સોના – ચાંદીના દાગીનાની સનસનાટી ભરી લુંટ ચલાવી નાસી ગયા હતા. આ લુંટ દરમ્યાન બંન્ને બાળકોને માર માર્યાે હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ આપ્યો લૂંટની ઘટનાને અંજામ :શહેરની શ્રીનગર સોસાયટીમાં આવેલા 4 લૂંટારુઓએ બે બાળકોને બંધક બનાવી ૩૨ લાખ ઉપરાંતની સનસનાટીભરી લૂંટથી ખળભળાટ:બાળકોને મારી નાખવાની ધમકી આપી લૂંટારૂઓ અઢી લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લૂંટી નાસી છુટતા ચકચારશહેરના હાર્દ સમા વિસ્તારમાં થયેલી ચકચારી લૂંટની ઘટનાથી આસપાસના લોકો સ્તબ્ધ

સમગ્ર ઘટનાની જાણ વાયુવેગે વિસ્તારમાં તેમજ પંથકમાં ફેલાતા દિવાળી જેવા માહોલ વચ્ચે નગરજનોમાં લુંટારૂઓના આ આતંકને પગલે ફફડાટ ફેલાયો છે. સતત ચોવીસે કલાક ધમધમતા આ વિસ્તારમાં લુંટની ઘટનાને પગલે સૌ કોઈ સ્તબ્ધ છે.ત્યારે ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરાતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ આપ્યો લૂંટની ઘટનાને અંજામ :શહેરની શ્રીનગર સોસાયટીમાં આવેલા 4 લૂંટારુઓએ બે બાળકોને બંધક બનાવી ૩૨ લાખ ઉપરાંતની સનસનાટીભરી લૂંટથી ખળભળાટ:બાળકોને મારી નાખવાની ધમકી આપી લૂંટારૂઓ અઢી લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લૂંટી નાસી છુટતા ચકચારલૂંટારુઓએ અગાઉથી રેકી કરી લૂંટને અંજામ આપ્યો હોવાનું અનુમાન:પોલિસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી 

ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા અને શહેરના હાર્દ સમા વિસ્તારમાં લૂંટારુ ટોળકીએ ગણતરીની મિનિટોમાં લૂંટની ઘટનાને અંજામ આપી હાલ તો ભાગી છૂટવામાં સફળ રહ્યા છે.પરંતુ અગાઉથી જ ઘટનાને અંજામ આપ્યા પહેલાથી લૂંટનો ભોગ

દિવાળી પૂર્વે દાહોદમાં લૂંટારૂઓએ આપ્યો લૂંટની ઘટનાને અંજામ :શહેરની શ્રીનગર સોસાયટીમાં આવેલા 4 લૂંટારુઓએ બે બાળકોને બંધક બનાવી ૩૨ લાખ ઉપરાંતની સનસનાટીભરી લૂંટથી ખળભળાટ:બાળકોને મારી નાખવાની ધમકી આપી લૂંટારૂઓ અઢી લાખ રોકડ અને સોના-ચાંદીના દાગીના લૂંટી નાસી છુટતા ચકચારબનનાર પરિવાર તેમજ ઘરની રેકી કરી બન્ને બાળકોના એકલતાનો લાભ લઇ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.ત્યારે આ સનસનાટીભરી લૂંટની ઘટનાની આજુબાજુમાં કોઈને ભનક પણ ન રહેતા હાલ તો આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું છે.ત્યારે લુંટારૂઓનું પગેરૂ મેળવા આસપાસના વિસ્તારના લાગેલા સીસીટીવી ફુટેજાે લેવામાં પણ હાલ પોલીસ જાેતરાઈ છે. ઘટનાને પગલે સ્થળ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા અને લોકોમાં એક પ્રકારના ફફડાટ સાથે આવા દિવાળીના સમયે લુંટારૂઓ પ્રત્યે આક્રોશનો માહોલ પણ જાેવાયો હતો.

error: Content is protected !!