Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર બેંક ઓફ બરોડા શાખામાંથી ગ્રાહકની થેલીમાંથી ૬૦ હજારની ચીલઝડપ કરી ગાંઠિયો થયો ફરાર:સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલિસ તપાસમાં જોતરાઈ

સંતરામપુર બેંક ઓફ બરોડા શાખામાંથી ગ્રાહકની થેલીમાંથી ૬૦ હજારની ચીલઝડપ કરી ગાંઠિયો થયો ફરાર:સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલિસ તપાસમાં જોતરાઈ

ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તા.11

સંતરામપુર બેંક ઓફ બરોડા શાખામાંથી ગ્રાહકની થેલીમાંથી ૬૦ હજારની ચીલઝડપ ગાંઠિયો ફરાર થઇ ગયો હતો.જોકે સીસીટીવી કેમેરામાં કે સંતરામપુર નગરના નવા બજારમાં આવેલી બેંક ઓફ બરોડા શાખામાં માંથી ગ્રાહકને થઈને માંથી રોકડા રૂપિયા ૬૦ હજારની ગાંઠીયા ચીલઝડપ કરી ફરાર થઈ જવાની ચકચાર મચી ગઇ હતી.

સંતરામપુર બેંક ઓફ બરોડામાં ફતેપુરા તાલુકાના ખાતેદાર નાનાસરણાયા ગામના રહેવાસી આંબલીયા ધનજીભાઈ ધનજીભાઈ આજરોજ બેંક ઓફ બરોડા શાખામાં કામ માટે આવ્યા હતા.તેઓની બેંકમાં 60,000 રૂપિયા બેન્કમાંથી ઉપાડ્યા હતા.નાણા પોતાની પાસેની થેલીમાં મૂકી પાસબુકની એન્ટ્રી પડાવવા માટે લાઈનમાં ઊભા હતા.તે સમયે કોઈ જગ્યાએ થેલીમાંથી રોકડા રૂપિયા 60,000 કાઢીને બેન્કમાંથી ફરાર થઈ ગયો હતો.પાસબુકની એન્ટ્રી પડાવ્યા બાદ થેલીમાં પાસબુક મુકવા જતા.ત્યારે તેમની થેલીમાંથી રૂપિયા 60,000 ગાયક હતાં.ખાતેદાર ધનજીભાઈ ચોકી ઉઠયા હતા.તેમની પાસે તપાસ કરતાં પૈસાની થેલી ન  મળતાં તેઓ બેન્કના કર્મચારીનો સંપર્ક કર્યો હતો.બેંકના મેનેજર સીસીટીવી ફુટેજમાં ગાંઠીયા દ્વારા નાની ચીલ ઝડપ કરતા નજરે પડતા આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સંતરામપુર નગરમાં બેંક ઓફ બરોડા ગયા વર્ષે પણ એક વૃદ્ધ માજીના પણ રોકડા રકમ ચોરાયા હતા.સંતરામપુર નગરમાં ગાંઠીયા ઓ બેંકોમાં એલ.આઇ.સી.માં ભીડ જોઈને મોકાનો ફાયદો ઉઠાવી જતા હોય છે.

error: Content is protected !!