Friday, 29/03/2024
Dark Mode

ગરબાડા તાલુકાના મીનાકયાર ગામની આશ્રમ શાળામાંથી આશરે પાંચેક ફુટ લાંબો રસેલ વાઇપર સાપનો રેસ્ક્યુ કરાયો

ગરબાડા તાલુકાના મીનાકયાર ગામની આશ્રમ શાળામાંથી આશરે પાંચેક ફુટ લાંબો રસેલ વાઇપર સાપનો રેસ્ક્યુ કરાયો

 વિપુલ જોષી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના મીનાકયાર ગામના સર્વોદય આશ્રમ શાળામાંથી આશરે પાંચેક ફુટ લાંબો રસેલ વાઇપર સાપ પકડાયો.

ગરબાડા તા.11

આજરોજ તારીખ 11 ઓક્ટોબરના રોજ બપોરના સમયે ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામમાં આવેલ સર્વોદય આશ્રમ શાળામાં જંગલ વિસ્તારમાંથી આવી ચઢેલો આશરે પાંચેક ફુટ જેટલો લાંબો રસેલ વાઇપર સાપ ઝડપાયો છે.

જાણવા મળ્યા મુજબ આજરોજ બપોરના સમયે ગરબાડા તાલુકાના  મીનાક્યાર ગામે આવેલ સર્વોદય આશ્રમ શાળામાં નોકરી કરતા એક શિક્ષકને શાળાના ઓરડા પાસે કશુક ફરતું હોય તેવું જોવાતા જેથી તેઓએ ત્યાં નજીક જઈને જોતા ત્યાં એક અજગરનું બચ્ચું છે.તેવું લાગતા જેથી તેમને ગામના સ્થાનિક લોકોને આ બાબતે જાણ કરી હતી જેથી સ્થાની લોકોના ત્યાં આવી ગયા હતા.અને આ લોકોએ ગરબાડા ફોરેસ્ટ વિભાગને તથા અજગર પકડવાવાળાઓને આ બાબતે જાણ કરી હતી.જેથી ફોરેસ્ટ વિભાગની ટીમ તથા અજગર પકડવાવાળા લોકો સ્થળ ઉપર આવી જોતા આ અજગર નહીં પણ રસલ વાઇપર સાપ હોવાનું જણાવી આ રસલ વાઇપર સાપને સાવચેતીપૂર્વક પકડી લેવામાં આવ્યો હતો અને તેને સલામત સ્થળે રેસ્કયુ કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!