Thursday, 25/04/2024
Dark Mode

ફતેપુરામાં સરદાર પટેલની પ્રતિમા નજીક ગંદકી અને કચરાના ઢગલે ઢગલા,ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને સાફ સફાઈ અને જાળવણીમાં જોવા મળતી ઉદાસીનતા

ફતેપુરામાં સરદાર પટેલની પ્રતિમા નજીક ગંદકી અને કચરાના ઢગલે ઢગલા,ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને સાફ સફાઈ અને જાળવણીમાં જોવા મળતી ઉદાસીનતા

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરામાં સરદાર પટેલની પ્રતિમા નજીક ગંદકી અને કચરાના ઢગલે ઢગલા,ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને સાફ સફાઈ અને જાળવણીમાં જોવા મળતી ઉદાસીનતા

ફતેપુરા તા.30

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં પોલીસ સ્ટેશન રોડ પર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા મુકવામાં આવેલ છે.આ પ્રતિમાની ચારે બાજુ સાફ સફાઇના અભાવે ગંદકી અને કચરાના ઢગલા પડેલા જોવા મળે છે.સરદાર પટેલની પ્રતિમાને ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારની સાફ-સફાઈ કે જાળવણી કરવામાં આવતી નથી.તેવું જોવા મળે છે સરદાર પટેલ જયંતિ નિમિત્તે પ્રતિમાને સાફ-સફાઈ કરીને ફૂલહાર પહેરાવી ફોટા ઓ પાડી સંતોષ માનવામાં આવે છે.ત્યાર પછી પૂરા વર્ષ દરમ્યાન કોઈપણ પ્રકાર ની સાર સંભાળ રાખવામાં આવતી ન હોય તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમાની ચારે બાજુ કચરો અને ગંદકી ના ઢગલે ઢગલા પડેલા જોવા મળતા હોય છે તેમજ શનિવારના રોજ અઠવાડિક શનિવારે હાથ બજારમાં વેપારીઓ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાન ઓટલા પર બેઠી ને વેપાર કરતા હોય છે.ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ચારેય બાજુ પડેલ કચરો અને ગંદકી કાયમ સાફ-સફાઈ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

error: Content is protected !!