Monday, 09/09/2024
Dark Mode

દાહોદ:ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં શ્રેયસભાઈ શેઠ વિજયી બન્યા

દાહોદ:ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણીમાં શ્રેયસભાઈ શેઠ વિજયી બન્યા

    આનંદ શાહ :- દાહોદ 

દાહોદ તા.27

ગુજરાત અર્બન કો – ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણી યોજાઈ હતી . જેમાં દાહોદ અર્બન કો ઓપરેટીવ બેન્કના ચેરમેનનો વિજય થયો છે.ગુજરાત અર્બન કો – ઓપરેટીવ બેન્ક ફેડરેશનના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચુંટણી તારીખ ૨૪ સ્ટેમ્બરના રોજ યોજાઇ હતી . આ ફેડરેશનમાં પંચમહાલ વિભાગમાં બેઠકો ફાળવવામાં આવી હતી.જેમાં દાહોદ અર્બન કો ઓપરેટીવ બેન્કના ચેરમેન શ્રેયસભાઈ શેઠ , ગોધરા સીટી કો ઓપરેટીવ બેન્કના કે.ટી.પરીખ , હાલોલ શ્રીજનતા કો.ઓપરેટીવ બેન્કમાંથી રાજન શાહ તેમજ ઝાલોદ અર્બન કો ઓપરેટીવ બેન્કના શુભકિરણ અગ્રવાલે ઉમેદવારી નોંધાવી હતી.આ ચુંટણીની મતગણતરી તારીખ ૨૫ સપ્ટેબના રોજ કરવામાં આવી  હતી.જેમાં દાહોદ અર્બન બેંકના શ્રેયસભાઇ શેઠ અને ગોધરા સીટી કો ઓપરેટીવ બેન્કના કે.ટી .પરીખને ૧૦ – ૧૦ મત મળતા બંન્ને વિજેતા જાહેર થયા હતા.બોર્ડ ઓફ ડીરેક્ટર પદે શ્રેયસભાઇ શેઠના ‘ વિજય થતાં તેમને દાહોદ અર્બન બેન્ક પરિવાર અને અગ્રણી શહેરીજનોએ શુભેચ્છા પાઠવી હતી . આ પહેલા તેઓ આ જ ફેડરેશનમાં બોર્ડ ઓફ ડીરેક્ટર રહી ચુક્યા છે .

error: Content is protected !!