Wednesday, 12/02/2025
Dark Mode

દાહોદ LCB ને મળી સફળતા:દાહોદ તાલુકાના આગાવાડા પાસેથી બે યુવકોને દેશી માઉઝર પિસ્ટલ તેમજ બે કાર્ટિશ સાથે ઝડપી પાડ્યા

દાહોદ LCB ને મળી સફળતા:દાહોદ તાલુકાના આગાવાડા પાસેથી બે યુવકોને દેશી માઉઝર પિસ્ટલ તેમજ બે કાર્ટિશ સાથે ઝડપી પાડ્યા

  નીલ ડોડીયાર :- દાહોદ 

 દાહોદ તાલુકાના આગાવાડા ચોકડી પાસેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે ઇસમોને દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ તથા બે જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડેલ છે, આ સંદર્ભે એલસીબી પોલીસે કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા કતવારા પોલીસે બંને યુવકો વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હોવાનું જાણવા મળે છે.

વધુ મળતી માહિતી અનુસાર, ગત તા.૨૫.૦૯.૨૦૨૦ ના રોજ એલ.સી.બી.ના પીઆઇ બી.ડી.શાહ તથા પો.સ.ઇ. પી.એમ.મકવાણા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોની જુદીજુદી ટીમો કતવારા પો.સ્ટે.વિસ્તારમાં એમ.પી.બોર્ડર તરફથી પ્રવેશતા માર્ગો ઉપર ગે.કા.હથિયારની હેરાફેરી કરતા ઇસમોની માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં હતા તે દરમ્યાન આગાવાડા ગામે રોડ ઉપર જતા આ ટીમોને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, આગાવાડા ચોકડી ઉપર બે ઇસમો બે મોટર સાયકલો લઇ આવી ઉભેલી જોવાતા,એલસીબીએ બાતમી આધારે પોલીસે આયોજનબધ્ધ વોચ ગોઠવી બે ઇસમો (૧) મનોજભાઇ પારસિંગભાઇ મંડોળ રહે.ગુલબાર, તા.ગરબાડા જી.દાહોદ (૨) કૃપાલભાઇ રાજુભાઇ મેડા રહે.ગલાલીયાવાડ, તા.જી.દાહોદનાઓને બે મોટર સાયકલ સાથે ઝડપી પાડી તેઓની અંગઝડતી કરતા નં.(૨) કૃપાલભાઇ રાજુભાઇ મેડાનાઓની પાસેથી એક દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ તથા બે (૨) જીવતા કાર્ટીસ મળી આવતા પોલીસે આ બન્નેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા કતવારા પોલીસે ઉપરોકત બન્ને યુવકો વિરુદ્ધ ધાર્મિક મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાનો મુખ્ય સુત્રધાર મનોજભાઇ પારસિંગભાઇ મંડોડ રહે.ગુલબાર, તા.ગરબાડા જી.દાહોદનાઓ અગાઉં સને. ૨૦૧૭ ની સાલમાં ગરબાડા પો.સ્ટે.મા ગે.કા.હથિયાર સાથે પકડાયેલ છે તેમજ સને-૨૦૨૦ ની સાલમાં વડોદરા શહેર એસ.ઓ.જી. ખાતે ગે.કા.હથિયાર સાથે પકડાયેલ છે તેમજ જેસાવાડા પો.સ્ટે.પ્રોહીબિશનના ગુનામાં સંડોવાયેલ છે.

error: Content is protected !!