Monday, 09/09/2024
Dark Mode

દાહોદ તાલુકાના રેટિયા નજીક હાઇવે પર દૂધ ભરેલી બોલેરો પીકઅપ ફોરવહીલ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત:એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત:અન્ય બે ઈજાગ્રસ્ત

દાહોદ તાલુકાના રેટિયા નજીક હાઇવે પર દૂધ ભરેલી બોલેરો પીકઅપ ફોરવહીલ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત:એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત:અન્ય બે ઈજાગ્રસ્ત

  નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તાલુકાના રેટિયા નજીક હાઇવે પર સૂકી નદીના ઢાળ પર દૂધ ભરેલી બોલેરો પીકઅપ ફોરવહીલ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજવા પામ્યું છે. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રેટિયા નજીક નેશનલ હાઇવે પર ગત રાત્રીના પોણા ત્રણ વાગ્યાના અરસામાં દૂધ ભરેલી બોલેરો પીકઅપ ફોરવહીલ દાહોદથી લીમડી તરફ જઈ રહી હતી તે સમયે રસ્તામાં રેટિયા સૂકી નદીના ઢાળ પર સામેથી પુરઝડપે આવી રહેલા કાળમુખી ટ્રક જોડે જોરદાર ટક્કર થતાં સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અને ગાડીમાં સવાર અન્ય બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાબડતોડ ઇમરજન્સી 108 ની મદદથી અત્રેના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

error: Content is protected !!