Sunday, 16/02/2025
Dark Mode

સંજેલીના કરંબા ગામેથી એક મહિલાની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર:હત્યા કે આત્મહત્યા?પોલિસ તપાસમાં જોતરાઈ 

સંજેલીના કરંબા ગામેથી એક મહિલાની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર:હત્યા કે આત્મહત્યા?પોલિસ તપાસમાં જોતરાઈ 

   કપિલ સાધુ :- સંજેલી 

સંજેલીના કરંબા ખાતે એક મહિલા ની પોતાના ઘરમાં ગળેફાંસો ખાધેલી હલતમાં લાશ મળતાં ચકચાર.પોલિસ તપાસમાં જોતરાઈ

સંજેલી તાલુકાના કરંબા તળ ફળિયામાં રહેતા સોનલ બેન મંગુ ભાઈ માવી ઉમર વર્ષ 19 પોતે ઘરના સરા ઉપર સાડી બાંધી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું જયારે આ સમય દરમિયાન તેના પતિ મંગુ ભાઈ માવી પોતાને કામ હોય બહારગામ ગયા હતા.સંજેલીના કરંબા ગામેથી એક મહિલાની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર:હત્યા કે આત્મહત્યા?પોલિસ તપાસમાં જોતરાઈ 

જેને સાંજે આવતા આ બનાવની ખબર પડતાજ આસપાસ ના લોકોને ભેગા થઈ ગયા હતા.અને મંગુએ તેના પિતાને બોલાવી બનાવની જાણ કરી હતી આ અંગે સુરેશ ભાઈ વાલા ભાઈ એ તારીખ 15-9-2020 ના મંગળ વાર ના રોજ સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી ગયા હતો.અને મૃતક  મહિલાની મંગળવારના રોજ પી.એમ માટે સવારે સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં લાવામાં આવી હતી આ બનાવને લઇ સંજેલી તાલુકા મામલતદાર સ્ટાફ પણ દોડી આવ્યો હતા તેમજ સંજેલી પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે .

error: Content is protected !!