
હિતેશ કલાલ :- સુખસર
ફતેપુરામાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમા વહીવટી તંત્ર દ્વારા રસ્તો બંધ કરાવાયો,પહેલા માત્ર પોઝિટિવ દર્દી ના મકાન ને જ બંધ કરાવાતુ હતું,દાહોદ લાઈવના સમાચારને લઇ કલેકટર દ્વારા તાત્કાલિક કામગીરી કરાવાઈ.

સુખસર તા.05
ફતેપુરા નગરમાં કોરોના સંક્રમણનો વધારો નોંધાઈ રહ્યો છે જેમાં સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ માત્ર એક જ મકાન બંધ કરતા હતા જેના કારણે સંક્રમણ વધતું હોવાથી આ બાબતના સમાચાર દાહોદ લાઈવ માં પ્રસિદ્ધ કરાયા હતા જેને લઇને જિલ્લા કલેકટર દ્વારા તાત્કાલિક નિયમ મુજબ કન્ટેન્મેન્ટ ઝોન નું પાલન કરવા સૂચના અપાઈ હતી અને રાત્રિના સમયે જ પોઝિટિવ વિસ્તારમાં રસ્તો બંધ કરાવાયો હતો. કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં કડક પાલન કરાવવા પીએસઆઇ બરંડા દ્વારા પોલીસ બંદોબસ્ત મુકવામાં આવ્યો હતો.
