Wednesday, 12/03/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે “ગરબાડામાં ઇન્દ્રધનુષ”ના દર્શન થયા

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલની વચ્ચે “ગરબાડામાં ઇન્દ્રધનુષ”ના દર્શન થયા

 વિપુલ જોષી,ગરબાડા 

ગરબાડા તા.25

ભાદરવા માસના પ્રારંભ થયાના પહેલા પખવાડિયામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહીના વચ્ચે દાહોદ જિલ્લામાં ગણેશ ચતુર્થીના દિવસથી જ વરુણદેવએ બાપ્પાના

વધામણાં કર્યા હોય તેમ વરસાદી માહોલ જામ્યો હતો. અને છેલ્લા બે દિવસની વરસાદી હેલી દરમિયાન મેહુલિયો મન મૂકીને વરસતા જિલ્લાના 8 ડેમો પૈકી 5 ડેમ ઓવરફલો થઇ જવા પામ્યા છે. ત્યારે આજરોજ પણ વરસાદી માહોલની વચ્ચે ગરબાડા પંથકમાં ઇન્દ્રધનુષ ના દર્શન થતાં પંથકવાસીઓને સાક્ષાત ઇન્દ્રદેવના દર્શન થયાં હોય તેમ કુતુહુલતા પૂર્વક જોવા ભેગા થઇ સમગ્ર ઇન્દ્રધનુષના વિડિઓ ફોટો પોતાના મોબાઈલના કેમેરામાં કંડારી ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!