દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સીલસીલો અકબંધ રહેવા પામ્યો છે.આજે વધુ ૧૯ કોરોના દર્દીઓના સમાવેશ સાથે કોરોનાનો જિલ્લામાં કુલ આંકડો 1084 રહેવા પામ્યો છે.જ્યારે આજે વધુ 20 દર્દીઓ કોરોના મુક્ત થતાં ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 200 રહેવા પામી છે.જોકે આજે વધુ એક દર્દીનું મોત નિપજતાં અત્યાર સુધી કોરોનાકાળમાં કુલ 59 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.