více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

*ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઇસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લેનાર ત્રણની ધરપકડ:ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન* *ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા: આરોપીઓ પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી આવ્યા*

Editor Dahod Live
3 Min Read

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઇસ ચેન્જર એપથી મળવા બોલાવી લૂંટી લેનાર ત્રણની ધરપકડ:ફરાર ત્રણ આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન*

*ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા: આરોપીઓ પાસેથી ચોરી લૂંટના વધુ પાંચ મોબાઇલ મળી આવ્યા*

*આરોપીઓએ ત્રણ યુવાનોને બાનમાં લઈ ચાંદીના કડા નંગ 2, મોબાઈલ,રોકડ મળી 1,00,300 ની લૂંટ ચલાવી હતી*

સુખસર,તા.26

ગત 21 નવેમ્બર 2025 ના રોજ ફતેપુરા તાલુકાના પીપલારા ગામના યુવાનને વોઇસ ચેન્જર એપ થી છોકરીના અવાજમાં રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં વાસિયાફુઈ વેળા પાસે મળવા બોલાવી લૂંટી લેનાર વાંસિયાકુઈ ગામના બે તથા ચાર ટાઢીગોળીના લૂંટારુંઓએ માર મારી એક લાખ ઉપરાંતની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.જેની દસ દિવસ બાદ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગણતરીના સમયમાં સુખસર પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે ત્રણ ફરાર આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

         પ્રાપ્ત વિગતો મુજબ 21 નવેમ્બર 2025 ના રોજ ફતેપુરા તાલુકાના પીપલારા ગામના મંદિર ફળિયામાં રહેતા ઘનશ્યામભાઈ દિનેશભાઈ ગરાસીયાના ઓને તેમના મોબાઈલ ઉપર કોઈક છોકરીના અવાજમાં કોલ કરવામાં આવ્યો હતો. અને તેઓને વાંસીયાકુઇ વેળા પાસે મળવા માટે બોલાવ્યા હતા.જેથી ઘનશ્યામભાઈએ તેમના બે મિત્રો ડેવિલભાઈ પારગી તથા સતિષભાઈ પારગીનાઓને મોટરસાયકલ ઉપર સાથે લઈ વાંસિયાકુઈ વેળા પાસે ગાડાં ચિલા કાચા રસ્તા ઉપર મળવા માટે ગયા હતા.જ્યાં શિકારની શોધમાં બેઠેલા છ જેટલા ઈસમોએ ઘનશ્યામ તથા તેના મિત્રોને પકડી બાનમાં લઈ કમર પટ્ટા વડે માર મારી ઘનશ્યામભાઈના હાથે પહેરેલ ચાંદીના બે કડાં,મોબાઈલ,આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ,એ.ટી.એમ તથા રોકડ રૂપિયા 300 મળી કુલ રૂપિયા1,00,300 ની લૂંટ ચલાવી લૂંટારાઓ ફરાર થઈ ગયા હતા.પરંતુ આ લૂંટ કરનાર ઇસમો લાંબા સમયથી વોઇસ ચેન્જર એપનો ઉપયોગ કરી અનેક લોકોને લૂંટનો શિકાર બનાવતા આવ્યા હોવાની ઘનશ્યામભાઈ ને જાણ થતા તેની 22 નવેમ્બર 2025 ના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ત્રણ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા.જ્યારે ત્રણ આરોપીઓ હજી પણ ફરાર છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.અને તેઓ પાસેથી ચોરી લૂંટના અન્ય પાંચ જેટલા મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. રિમાન્ડ દરમિયાન હજી અનેક ગુનાઓનો ભેદ ખુલવાની શક્યતા જણાઈ રહી છે.

         સુખસર પોલીસે સંજય પુનાભાઈ ડામોર રહે.વાસીયાકુઈ, રાજેશ બાબુભાઈ ડામોર રહે.વાસીયાકુઈ તથા નરેશ હરસિંગભાઈ મછાર રહે.ટાઢી ગોળી નાઓની ધરપકડ કરી લોક અપના સળિયા પાછળ ધકેલી દીધા છે. નામદાર કોર્ટ દ્વારા જેઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવતા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.જ્યારે આ લૂંટના બનાવમાં સંડોવાયેલા ફરાર આરોપીઓમાં પ્રકાશ હડીયાભાઈ ગરાસીયા રહે.ટાઢીગોળી,રાજેશ કલાભાઈ કલારા રહે.ટાઢી ગોળી તથા સંજય કમલેશભાઈ મછાર રહે.ટાઢી ગોળી તમામ આરોપીઓ તા.સુખસર જી.દાહોદના હોવાનું જાણવા મળે છે. આ આરોપીઓ લાંબા સમયથી નકલી હનીટ્રેપમાં યુવાનોને ફસાવી લૂંટ કરી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળે છે.તેમજ લૂંટનો સામાન ક્યા-ક્યા વેચાણ કર્યો છે તેની પણ તટસ્થ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી શકે તેમ જણાઈ રહ્યું છે.

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard