Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં કબૂતરી નદીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો

સિંગવડ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં કબૂતરી નદીના પુલ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો

કલ્પેશ શાહ @ સીંગવડ 

સિંગવડ તાલુકામાં ધોધમાર વરસાદ પડતાં કબૂતરી નદીના પુલ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઇ જવા પામ્યું છે..

સીંગવડ તા.22

સિંગવડ તાલુકા માં શનિવાર સવારથી ધોધમાર વરસાદ પડવાની સાથે સીંગવડથી મંડેર હાંડી અગારા જવાના રસ્તા પર ભમરેચી માતાના મંદિરના જોડે રપટ પુલ ઉપર પાણી આવી જતા તે રસ્તો બંધ થઈ જવા પામ્યો હતો.તથા માતાના પાલ્લા બરોડા મંડેર હાંડી અગારા કેળકુવા વડાપિપલા કાળિયા રાય વગેરે ગામોના લોકોને જવાનો રસ્તો બંધ થઈ જતાં આ ગામના જવા માટે લોકોને મંડેર ઘાટા પર થઈને જવાનો વારો આવ્યો હતો.વરસાદ વધારે પડવાના લીધે કબુતરી નદી ના રપટ પુલ પર પાણી આવી જતાં વાહનો બંધ થઇ જવા પામ્યું હતો.જ્યારે તેના અગાડી મંડેર અને બરોડા ગામને જોડતો પુલ બનાવવામાં આવ્યો હતો. તેની આજુ બાજુ આવવા જવાના રસ્તા પર પુરણ કરવામાં આવ્યું હતું.તેની એક સાઈડ પર પુરણ ધોવાઈ જતા તે પુલ પણ આવા જવાનું બંધ થઈ જવા પામ્યું હતું.આ પૂરણ છ મહિના પહેલા તેના પર કરવામાં આવ્યું હતું.પરંતુ તેના ઉપર ડામર કે આરસીસી ભરવામાં આવ્યુ હોત તો આ ધોવાણ થયું ન હોત વધારે વરસાદ પડતાં પુરાણ ધોવાઇ જવાથી રસ્તો બંધ થવા પામ્યો હતો. તેના લીધે પાલા બરોડા કેળકુવા વગેરે ગામોમાં જવા માટે લોકોને તકલીફ નો સામનો કરવો પડ્યો હતો.

error: Content is protected !!