Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના હઠીપુરા, લીમડી, પાચામુવા અને મોલારા ગામોના નાગરિકોની આરોગ્‍ય ચકાસણી કરવામાં આવી

સંતરામપુર તાલુકાના હઠીપુરા, લીમડી, પાચામુવા અને મોલારા ગામોના નાગરિકોની આરોગ્‍ય ચકાસણી કરવામાં આવી

ઈલિયાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તાલુકાના હઠીપુરા, લીમડી, પાચામુવા અને મોલારા ગામોના નાગરિકોની આરોગ્‍ય ચકાસણી કરવામાં આવી

 સતરામપુર તા.25

કોરોના વાયરસની મહામારી સામે દેશ સહિત રાજય મકકમતાથી લડત આપીને કોરોનોને મહાત આપવા તથા સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્‍લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્‍લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ વહીવટી અને આરોગ્‍ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
મહીસાગર જિલ્‍લાના નાગરિકોની આરોગ્‍ય સુખાકારી જળવાઇ રહે અને તેઓનું સ્‍વાસ્‍થ્‍ય જળવાઇ રહે તે માટે જિલ્‍લા આરોગ્‍ય તંત્ર, સામુહિક આરોગ્‍ય કેન્‍દ્રો, પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો તેમજ હેલ્‍થ એન્‍ડ વેલનેસ કેન્‍દ્રોના તબીબો તેમજ આરોગ્‍ય કર્મીઓ દ્વારા ગામે-ગામ આરોગ્‍યલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
તદ્અનુસાર તાલુકાના આરબીએસકેના મેડીકલ ઓફિસર અને તેમની ટીમ દ્વારા સંતરામપુર તાલુકાના હઠીપુરા, લીમડી, પાચામુવા અને મોલારા ગામોની ધન્‍વતરી રથ દ્વારા નાગરિકોના આરોગ્‍યની ચકાસણી કરવામાં આવી હતી.
આરોગ્‍ય ટીમ દ્વારા ગામોની મુલાકાત દરમિયાન નાગરિકોની SPO2 ની ચકાસણી કરવાની સાથે એચબીએનસી વિઝીટ દરમિયાન આરોગ્‍યનું શિક્ષણ આપવામાં આવ્‍યું હતું. તેમજ કેએમસી અને પોષણ વિશે જાણકારી આપવામાં આવી હતી. રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે ઘરઆંગણે પ્રાપ્‍ત ઔષધનો ઉપયોગ કરીને ઉકાળો કેવી રીતે બનાવી શકાય તેની સમજ આપતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આરોગ્‍યની ટીમ દ્વારા દરેક નાગરિકોને સોશિયલ ડીસ્ટન્‍સીંગ તેમજ કેવી રીતે વારંવાર હાથ ધોવા તે અંગેની સમજ આપવાની સાથે જરૂર વગર ઘરની બહાર ન નીકળવા અને જો ઘરની બહાર નીકળવાનું થાય ત્‍યારે ફરજિયાત માસ્‍ક પહેરીને જ બહાર નીકળવા અંગે સમજ આપી સરકાર દ્વારા અવાર-નવાર આપવામાં આવતી સુચનાઓનું પાલન કરી સલામત અને સુરક્ષિત રહેવા પણ સમજાવવામાં આવ્‍યું હતું.
——————-

error: Content is protected !!