Thursday, 28/03/2024
Dark Mode

દે.બારીયાના પિપલૉદ આઉટ પોસ્ટના પોલીસ કર્મીએ લાંચની માગણી કરતા પોલીસપુત્ર “એ.સી.બી.ના છટકામાં ઝડપાયો :પોલીસ કર્મી ફરાર

દે.બારીયાના પિપલૉદ આઉટ પોસ્ટના પોલીસ કર્મીએ લાંચની માગણી કરતા પોલીસપુત્ર “એ.સી.બી.ના છટકામાં ઝડપાયો :પોલીસ કર્મી ફરાર

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દેવગઢ બારીયા તાલુકાના પિપલૉદ આઉટ પોસ્ટના પોલીસ કર્મીએ લાંચની માગણી કરતા પોલીસ પુત્ર રંગે હાથે ઝડપાયો પોલીસ કર્મી ફરાર. જમીનના ઝઘડાને લઇ જામીન મુક્ત કરવા માટે સાત હજારની રકમની માંગણી. પોલીસ કર્મીની જગ્યાએ પોલીસ પુત્ર લાંચની રકમ સ્વીકારી.એ.સી.બી.એ પોલીસ પુત્રને રંગે હાથ ઝડપી પાડયો પોલીસ કર્મી ફરાર.

દાહોદ તા.22

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા પિપલોદ આઉટ પોસ્ટના પોલીસ કર્મીએ જમીનના ઝઘડામાં જામીન બાબતે લાંચની માગણી કરતાં પોલીસ પુત્ર લાંચ લેતા રંગે હાથ ઝડપાયો પોલીસ કર્મી ફરાર.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના પીપલોદ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા હેડ.કોન્સ્ટેબલ વિષ્ણુ પૂનમચંદ ચોહાણ બ.નંબર ૮૫૪ નાઓ એક જાગૃત નાગરિકના ફોઈએ જમીનની તકરાર બાબતે સામાવાળા વિરુદ્ધ પીપલોદ આઉટ પોસ્ટમાં અરજી આપેલ જે અંગેની કાર્યવાહી કરવા માટે હેડ.કોન્સ્ટેબલ વિષ્ણુ પુનમચંદ ચૌહાણે આ કામ અર્થે અગાઉ છ હજાર રૂપિયા લાંચ પેટે લીધા હતા. અને તે પછી આ અરજદારના ફોઇની વિરુદ્ધ સામાવાળાએ ફરિયાદી તથા તેના કુટુંબીજનો ઉપર અરજી કરતાં તેઓને જામીન મુક્ત કરવાની કાર્યવાહી ના બદલામાં હેડ.કોન્સ્ટેબલ વિષ્ણુ પૂનમચંદે રૂપિયા સાત હજારની લાંચની માંગણી કરતા ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય અને તે બાબતે વડોદરા શહેર એ.સી.બી.શાખાને જાણ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર બ્રહ્મભટ્ટ દ્વારા ફરિયાદીની ફરિયાદ આધારે છટકુ ગોઠવતા પીપલોદ આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ વિષ્ણુ પૂનમચંદ રજા પર હોઈ અને તેના કહેવાથી લાંચની રકમ દેવગઢબારીયા પોલીસ લાઈન નંબર (૧)એકમાં રહેતા તેના પુત્ર જયદિપ વિષ્ણુ ચૌહાણને લાંચની રકમ લેવા જણાવતાં અરજદારે લાંચની રકમ વિષ્ણુ પૂનમચંદના પુત્રને આપતા તેના પુત્ર જયદીપને એ.સી.બી. પોલીસે રંગેહાથ ઝડપી લઇ લાંચની માંગણીની રકમ રૂ.સાત(૭) હજારની રિકવરી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વિષ્ણુ પૂનમચંદના ફરાર થઈ ગયેલ તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જયારે આ બનાવ થી પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે.

સમગ્ર પ્રકરણમાં અન્ય કોઈ પોલિસ  અધિકારીની  સંડોવણી ની આશંકા: ફરાર પોલીસ કર્મી પકડાય ત્યારે સાચો ભેદ  બહાર આવે તેમ છે 

 આ લાંચકાંડના બનાવને લઇને ચર્ચાઈ રહ્યું છે. કે હેડ કોન્સ્ટેબલ મોટી રકમની લાંચ લેતા હોય ત્યારે આ લાંચ પાછળ અન્ય કોઈ મોટો અધિકારીનો હાથ હશે કે કેમ ? ત્યારે આ હેડ.કોન્સ્ટેબલ એ.સી.બી પોલીસની પકડમાં આવે તો અન્ય નામો ખુલે તેમ પણ ચર્ચાઈ રહ્યું છે.

error: Content is protected !!