Tuesday, 03/12/2024
Dark Mode

અનલોક-2માં દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો વધવા છતાંય સીંગવડમાં સૅનેટાઇઝની કામગીરી ન થતાં આશ્ચર્ય

અનલોક-2માં દાહોદ જિલ્લામાં કોરોનાના કેસો વધવા છતાંય સીંગવડમાં સૅનેટાઇઝની કામગીરી ન થતાં આશ્ચર્ય

    કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.13

સિંગવડ તાલુકામાં લોકડાઉન ખુલ્યા પછી સરકારી તંત્ર દ્વારા એક પણ વાર સેનેટાઈઝર કરવામાં ન આવતા નગરજનોમાં આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યો છે.સીંગવડ  તાલુકાના ગામડાઓમાં લોકડાઉન ખુલ્યા પછી અને અનલોક એક અને બે માં આવ્યા પછી દર રવિવારે સેનેટાઈઝર માટે ગામો બંધ રાખવામાં આવતાં હોવાની જિલ્લા સમાહર્તા દ્વારા સૂચના છતાંય સીંગવડ નગર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સહિતની કામગીરી ન કરાતાં લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાઇ જવા પામ્યો છે.અનલોક -2 માં દાહોદ જિલ્લામાં કોરોનાવાયરસની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગ તેમજ પંચાયત દ્વારા સીંગવડ સહીત આસપાસના વિસ્તારોમાં સેનેટાઈઝ કરવામાં આવે તો ગામડાઓમાં કોરોનો ભય ઓછો થાય તેમ છે. અને કોરોના વધતો અટકે તેમ છે.તો સરકારી તંત્ર દ્વારા સેનેટાઈઝર કરવામાં આવે તેવી ગામડાના લોકોની માંગ છે

error: Content is protected !!