Friday, 28/03/2025
Dark Mode

કોરોના સામેની જંગમાં ફતેપુરા મામલતદાર કચેરીની સરાહનીય કામગીરી:જનસેવા કેન્દ્રને સૅનેટાઇઝીંગ કરી અરજદારોને સોશિયલ ડિસ્ટન્સની અમલવારી કરાઈ

કોરોના સામેની જંગમાં ફતેપુરા મામલતદાર કચેરીની સરાહનીય કામગીરી:જનસેવા કેન્દ્રને સૅનેટાઇઝીંગ કરી અરજદારોને સોશિયલ ડિસ્ટન્સની અમલવારી કરાઈ

શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા મામલતદાર કચેરીના જન સેવા કેન્દ્રને સેનેટાઈઝર કરવામાં આવ્યું,લોકડાઉનમાં જન સેવા કેન્દ્ર એટીવીટી કેન્દ્રને સેનેટાઈઝર તેમજ અરજદારોને અરજદારોને ઊભા રહેવા માટે કુંડાળા કરી સોશિયલ  ડિસ્ટન્સમાં ઉભા રાખ્યા

ફતેપુરા તા.17

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ મામલતદાર કચેરીમાં આજથી શરૂ થયેલ જન સેવા કેન્દ્ર તેમજ એટીવીટી કેન્દ્ર અને સેનેટાઈઝર કરવામાં આવ્યું તેમજ અરજદારને  ઉભા રહેવા માટે કુંડાળા પાડવામાં આવ્યા હતા

કોરોનાવાયરસના મહામારીને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાંમાં આવેલ હતું ગુજરાત સરકારે પણ ગુજરાતમાં લોકડાઉનનો અમલ કરતા સરકારી કચેરીઓ બંધ કરવામાં આવતા મામલતદાર કચેરીમાં કાર્યરત જન સેવા કેન્દ્ર પણ બંધ કરી દેવામાં આવ્યું હતું.જે આજરોજથી મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્ર શરૂ થતા જન સેવા કેન્દ્ર કચેરીને સેનેટાઈઝર કરવામાં આવેલ હતું અને કામકાજ અર્થે જનસેવા કેન્દ્રમાં આવતા અરજદારોને સોશ્યલ ડિસ્ટન્સીન્ગ જળવાઈ રહે તે માટે અરજદારોને ઉભા રહેવા માટે કુંડાળા પાડવામાં આવેલા હતા જેથી અરજદારો કુંડાળામાં ઉભા રહેતા સોશ્યલ ડિસ્ટન્સીગ  જળવાઈ રહે જન સેવા કેન્દ્રના નાયબ મામલતદાર અંકિતભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર  લોકડાઉનના સમય દરમિયાન જનસેવા કેન્દ્ર શરૂ થતા જનસેવા કેન્દ્ર કચેરી સેનેટાઈઝર કરવામાં આવેલ છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સીગ  નું ખાસ ધ્યાન રાખવામાં આવેલ છે.

error: Content is protected !!