
શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા
ફતેપુરા તા.15
ફતેપુરામાં ખાતર તેમજ બિયારણ મેળવવા માટે ખેડૂતોને પડાપડી,ખેતી લાયક વરસાદ થતા ખેતી કરવા માટે બિયારણ ખાતર મેળવવા માટે દુકાન ઉપર ખેડૂતોની લાઈનો લાગી
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં તેમજ ફતેપુરા વિસ્તારની આજુબાજુના વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ પડી જતા ખેડૂતોમાં આનં દ વ્યાપી ગયેલ છે ખેડૂતો ખેતી કામમાં જોતરાયેલા છે ખેતીલાયક વરસાદ પડી જતા નગરમાં આવેલ ખાતર બિયારણ દુકાનો તેમજ એગ્રો સેન્ટર પર ખેડૂતો ખાતર તેમજ મકાઈ નુ બિયારણ મેળવવા માટે લાઈનો લાગી ગયેલ હતી પડાપડી કરતા જોવા મળતા હતા ખેતીલાયક વરસાદ થતા ખેતી માટે ઉપયોગી ખાતર યુરિયા ડીએપી મકાઈ બિયારણ દોરડા કોસ વગેરે મેળવવા માટે ખેડૂતોને દુકાન ઉપર ભીડ જોવા મળતી હતી ખાતર અને બિયારણ મેળવવા માટે ખાતર ડેપો પર ખેડૂતો તસવીરમાં નજરે પડે છે.