Wednesday, 12/02/2025
Dark Mode

ફતેપુરામાં પ્રાંત અધિકારીની ટીમનો છાપો:વેપારીઓ દુકાનો બંધ કરી પલાયન

ફતેપુરામાં પ્રાંત અધિકારીની ટીમનો છાપો:વેપારીઓ દુકાનો બંધ કરી પલાયન

હિતેશ કલાલ @ સુખસર/શબ્બીર સુનેલવાલ ફતેપુરા 

ફતેપુરામાં પ્રાંત અધિકારીની ટીમનો છાપો:વેપારીઓ દુકાનો બંધ કરી પલાયન, પાંચ જેટલી ટીમો છાપો મારવાની હોવાનું વેપારીઓએ જાણ થઇ ગઇ હોવાની ચર્ચા, સુખસરમાં પણ મોટાભાગના વેપારીઓએ દુકાનો બંધ કરી દીધી.

સુખસર/ફતેપુરા તા.30

ફતેપુરા તાલુકામાં લોક ડાઉન  ૪ દરમિયાન તમાકુ બનાવટ વેચાણ પર છૂટ આપવામાં આવી છે છતાં મોટા ભાગના વેપારીઓ ૨ થી ૩ ગણો ભાવ વસુલી રહ્યા છે જે બાબતે વારંવાર રજૂઆતો થતી હોવાથી શનિવારના રોજ પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ફતેપુરામાં છાપો મારવામાં આવતા અન્ય વેપારીઓને જાણ થઇ જતા વેપારીઓ દુકાનો બંધ કરી પલાયન થઈ ગયા હતા તેમને કઈ જ હાથ ન લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું. તેમાં આવ્યાની જાણ વેપારીઓને થઈ જતા વેપારીઓનું દુકાનો બંધ કરી ગયા હોવાનું ચર્ચાતું હતું.

ફતેપુરા નગરમાં શનિવારના રોજ પ્રાંત અધિકારી સહિત દાહોદ અને ફતેપુરાના કર્મચારીઓ દ્વારા પાંચ જેટલી ટીમો બનાવી હતી અને વધુ ભાવ લેતા હોય તેવા વેપારીઓ પર દુકાનો પર છાપો મારવાની તજવીજ હાથ ધરાઈ હતી. જેમાં ટીમ દ્વારા એક દુકાન પર છાપો મારતા અન્ય દુકાનદારોને જાણ થઇ જતાં વેપારીઓ ટપોટપ દુકાન બંધ કરીને પલાયન  થઈ ગયા હતા. જેથી તપાસ અર્થે આવેલી ટીમ ને કઈ હાથ લાગ્યું ન હતું.પ્રાંત અધિકારીની ટીમ તપાસ અર્થે આવવાની હોવાની જાણ પહેલેથી જ વેપારીઓને થઇ ગઇ હોવાનું લોકોમાં ચર્ચાતું હતું તેમજ ટીમ દ્વારા ડમી ગ્રાહકો ઉભા કરાયા હોવાની પણ જાણ વેપારીઓ ને થઇ ગઇ હોવાનું પણ લોકોમાં ચર્ચાતું હતું. ફતેપુરામાં કલેકટર ની ટીમે છાપો માર્યો છે અને વેપારીઓ દુકાનો બંધ કરીને ભાગી ગયા હોવાની જાણ સુખસરમાં થતા સુખસરમાં પણ મોટા ભાગના વેપારીઓ દુકાનો બંધ કરીને જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

દાહોદથી મુળકિંમતે આવી રહેલા વિમલ ગુટકાની સ્થાનિક વેપારી દ્વારા સંગ્રહખોરી કરી કૃત્રિમ અછત ઉભી કરી ઊંચા દામે વેચાતો હોવાની વ્યાપક ફરિયાદો 

 વિમલ મિરાજ ગુટખા તમાકુ બીડી દાહોદના ડીલરો દ્વારા જ ફતેપુરા સુખસર ના વેપારીઓને પૂરો પાડવામાં આવે છે. જેમાં દાહોદના ડીલરો દ્વારા કંપનીના ભાવ પ્રમાણે માલ આપવામાં આવતો હોવા છતાં વેપારીઓ ઊંચા ભાવે વેચાણ કરતા હોવાનું ગ્રાહકોમાં ચર્ચાઈ રહ્યું છે. અને આ બાબતે મામલતદાર અને કલેક્ટર ખાતે રજૂઆતો પણ થઈ રહી છે. તેમજ ડીલરો દ્વારા પણ માલ જથ્થો ઓછો આપી સંગ્રહખોરી પણ કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

error: Content is protected !!