Friday, 29/03/2024
Dark Mode

લોકડાઉનની સાઈડ ઇફેક્ટ…. દાહોદ જિલ્લામાં પાન-મસાલાની સંગ્રહખોરી ચરમસીમા પર: વહીવટી તંત્ર દ્વારા જનહિતમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવું અનિવાર્ય

લોકડાઉનની સાઈડ ઇફેક્ટ…. દાહોદ જિલ્લામાં પાન-મસાલાની સંગ્રહખોરી ચરમસીમા પર: વહીવટી તંત્ર દ્વારા જનહિતમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવું અનિવાર્ય

 જીગ્નેશ બારીયા @ દાહોદ, હિતેશ કલાલ @ સુખસર 


દાહોદ તા.૨૨

લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા અનેક વેપાર ધંધાઓમાં છુટછાટો આપવામાં આવી છે. આ પ્રમાણે દાહોદ જિલ્લાની વાત કરીએ તો, આ છુટછાટનો લાભ દાહોદ જિલ્લાવાસીઓને પણ મળ્યો છે. પરંતુ અહીં હાલ અત્યારે લોકડાઉનના સાઈડ ઈફેક્ટની મોટી અસર પાન – ગુટખા પર જોવા મળી રહી છે.જોકે પાન – ગુટખાના વેપારીઓને પણ લોકડાઉન 0.4 માં છુટછાટ આપવામાં આવી છે. ત્યારે તેનો દુરપયોગ કરી સંગ્રહખોરો દ્વારા હજુ પણ પાન – ગુટખાના ભાવોમાં મનફાવે તેટલા પૈસા વસુલ કરી લેતા હોવાની ફરિયાદોથી ગ્રાહકોમાં ભારે રોષ ભભુકી રહ્યો છે. તગડો નફો રળી લેવાના આશયથી આવા વેપારીઓ દ્વારા પાન – ગુટખાના માલસામાનનો સંગ્રહ કરી ઉંચા ભાવે વેચાણ કરી રહ્યા છે. આવા હોલસેલના વેપારીઓ સામે લાગતા વળતા તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરી દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેર જનતના લાગણી અને માંગણી સાથેનો રોષ સાથે ભભુકી રહી છે. દાહોદ જિલ્લામાં પાન – ગુટખા વેપારીઓ બેફામ બન્યા છે. સંગ્રહખોરીમાં તેમજ ૧૦ ગણા ઉંચા ભાવે પાન – ગુટખાનો વેચાણ કરી વહીવટી તંત્રની આંખોમાં ધુળ નાખી  હોલસેલના વેપારીઓ પ્રજાને લુંટી રહ્યા છે. પાન – ગુટખાનો જથ્થો દાહોદમાં એટલો બધો છે.કે રાબેતા મુજબના ભાવે પણ વેચી શકાય છે પરંતુ લોભીયા, વેપારીઓ દ્વારા હાલ પ્રજા પાસેથી લોકડાઉનના કપરા કાળમાં મનફાવે તેટલા ભાવ વસુલ કરી તગડો નફો રળી રહ્યા છે. દાહોદના અનેક આવા હોલસેલના વેપારીઓ સાથે દુકાનદારો પણ આમાથી બકાત નથી. લુંટ એટલી હદે પહોંચી ગઈ છે કે, પાંચ રૂપીયાની ગુટખાની મળતી પડીકી આજે ૫૦ રૂપીયા સુધીના ભાવે પહોંચી ગઈ છે. એવુ નથી કે, દાહોદ જિલ્લામાં પાન – ગુટખાના માલની અછત છે પણ વેપારીઓ ઉંચા ભાવના આશયે, તગડો નફો રળી લેવાના ઉદ્દેશ્યથી અને પ્રજાને લુંટી લેવાના ઈરાદાથી કોઈ હોલસેલના વેપારી દ્વારા બજારમાં માલ ઉતારવા તૈયાર જ નથી. પાન – ગુટખાની બેફામ કાળા બજારી હાલ દાહોદ જિલ્લામાં ચાલી રહી છે. જ્યારે કોરોના મહામારીમાં મનફાવે તેટલા રૂપીયા ગ્રાહકો પાસેથી વસુલી લેવાની નિતી રિતી સામે લાગતા વળગતું તંત્ર ધ્યાન કેમ આપતું નથી? જેવા અનેક બેધક સવાલો પણ પ્રજાજનોમાં વહેતા થવા પામ્યા છે. શું આ કાળા બજારીમાં તંત્રના કેટલાક કર્મચારીઓનો પણ હાથ છે?જેવા અનેક સવાલો હાલ જિલ્લાવાસીઓમાં વહેતા થવા પામ્યા છે.પાન – ગુટખાના કાળા કારોબારને અંકુશમાં લાવવા જવાબદાર દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે લાલ આંખ કરી તેઓની દુકાન ખાતે સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરે તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે. તેમજ આવા વેપારીઓની દુકાનો સીલ કરવામાં આવે તેવી લાગણી અને માંગણી પણ જિલ્લાવાસીઓમાં ઉઠવા પામી છે. ગ્રામીણ વિસ્તારોમાં તો આવા વેપારીઓ દ્વારા વધુ લુંટ ચલાવી છે. અબોધ ગ્રામીણ પ્રજા પાસેથી તો મનફાવે તેટલા રૂપીયા વસુલ કરી લેતા હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠવા પામી છે.

ફતેપુરામાં પણ બીડીના પડીકા બમણા ભાવે વેચાયા 

ફતેપુરા નગરમાં ટેલિફોન બીડી ના ડિલરો ને ત્યાં કંપનીમાંથી બીડી નો જથ્થો આવ્યો હતો જે જથ્થો કંપની ભાવ કરતાં હમણા ભાવે માર્કેટમાં વહેંચવામાં આવ્યો હતો જેથી નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો હા બાબતે પ્રાંત અધિકારી ચૌધરી સાથે વાત કરતા જણાવ્યું કે અમો કશું કરી ન શકીએ વેપારી ગમે તે ભાવમાં વહેંચે અમારાથી કશું ના થાય લોકોએ બીડી પીવાનું બંધ કરી દેવું જોઈએ લેવાનું બંધ કરી દેવું જોઈએ તો આપોઆપ ભાવ ઘટી જશે. જેથી વહીવટી તંત્ર અને ડીલરો ની પણ મીલીભગત હોવાનું વેપારીઓમાં ચર્ચાતું હતું

error: Content is protected !!