Saturday, 22/01/2022
Dark Mode

રેલવે મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય:આગામી 1લી જૂનથી મેલ એક્સપ્રેસ ટ્રેનો શરૂ:

રેલવે મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય:આગામી 1લી જૂનથી મેલ એક્સપ્રેસ ટ્રેનો શરૂ:

 નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.21

મહામારી કોરોના અને લોકડાઉનને કારણે અત્યાર સુધી ભારતીય રેલના પૈડા થંભી ગયા હતા .પરંતુ રેલ મંત્રાલય હવે ટ્રેન સેવાને તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે . હવે શ્રમિક અને એસી ટ્રેનોની સાથે સાથે 1 જૂનથી નોન એસી 200 ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે . જેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે . આ ટ્રેનોનું આજે સવારના 10 વાગ્યાથી બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.જેમાં મહત્તમ 30 દિવસનું એડવાન્સ બુકિંગ થઈ શકશે અને ઓનલાઈન જ બુકિંગ થઈ શકશે . માત્ર એટલું જ નહીં જેટલી સીટ હશે એટલી જ ટીકિટ ઈસ્યુ કરવામાં આવશે . હવે 200 ટ્રેનની યાદી સાથે તેનાં નીતિ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે . 200 માંથી 10 ટ્રેન ગુજરાતને ફાળવવામાં આવી જેમાંની મોટાભાગની ટ્રેનો અમદાવાદની છે. ત્યારે મુસાફરોને યાત્રા દરમિયાન સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરવું શોશ્યલ ડિસ્ટન્સ સહિતની કાળજી લેવી પડશે.

error: Content is protected !!