Friday, 14/03/2025
Dark Mode

ફતેપુરાના આફવામાંથી લોકડાઉનમાં પ્રતિબંધક વિમલના 84 પેકેટો સાથે એક વેપારીને આર.આર.સેલની ટીમે ઝડપી પાડ્યું

ફતેપુરાના આફવામાંથી લોકડાઉનમાં પ્રતિબંધક વિમલના 84 પેકેટો સાથે એક વેપારીને આર.આર.સેલની ટીમે ઝડપી પાડ્યું

હિતેશ કલાલ @ સુખસર 

આફવા ગામેથી આર.આર.સેલની ટીમે વિમલ તમાકુ નો જથ્થો ઝડપ્યો,84 પેકેટ વિમલના જથ્થા સાથે દુકાનદારની પણ ધરપકડ.

સુખસર તા.16

ફતેપુરા તાલુકાના આફવા ગામે વિમલ તમાકુનો વેપલો થતો હોવાની બાતમીના આધારે આરઆર સેલની ટીમે શુક્રવારના રોજ છાપો માર્યો હતો અને 84 પેકેટ વિમલ નો જથ્થો અને દુકાનદાર ની ધરપકડ કરી   કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
       હાલમાં કરોના સંક્રમણને લઈ લોક ડાઉન ચાલી રહ્યું છે.જેમાં કોરોના સંક્રમણને અટકાવવા વહીવટી તંત્ર દ્વારા જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ કરાયો છે જેને લઇને તમાકુનું વેચાણ પર પ્રતિબંધ કરાયો છે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ને છૂટછાટ આપવામાં આવી છે જેમાં ફતેપુરા તાલુકાના આફવા ગામે એક કરિયાણાની દુકાનમાં વિમલ તમાકુનો વેપલો થતો હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસ મહાનિદેશક પંચમહાલ  ની સૂચનાથી આર.આર.સેલ ના પીએસઆઇ રાહુલજીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ જગદીશ કુમાર , પર્વતસિંહ, પો. કોન્સ્ટેબલ મારુતિસીહ અને ભરતભાઈ ની ટીમ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો જેમાં કરિયાણાની દુકાનમાંથી 84 પેકેટ વિમલ તમાકુ નો જથ્થો મળી આવ્યો હતો જે જપ્ત કરી દુકાનદાર રાહુલભાઈ લબાના ની ધરપકડ કરી હતી અને જાહેરનામાના ઉલ્લંઘન બદલ  કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
error: Content is protected !!