Friday, 28/03/2025
Dark Mode

ફતેપુરાના આફવામાં ક્રિકેટ ટુર્નામેન્ટ  પર પોલીસનો ઓચિંતો છાપો,ખેલાડીઓ અને જોનારાઓ માં નાસભાગ: સાત યુવકોની ધરપકડ:ચાર બાઇક પણ જપ્ત કરાઈ

ફતેપુરાના આફવામાં ક્રિકેટ ટુર્નામેન્ટ  પર પોલીસનો ઓચિંતો છાપો,ખેલાડીઓ અને જોનારાઓ માં નાસભાગ: સાત યુવકોની ધરપકડ:ચાર બાઇક પણ જપ્ત કરાઈ

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના આફવા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ  પર પોલીસનો ઓચિંતો છાપો,ખેલાડીઓ અને જોનારાઓ માં નાસભાગ: સાત યુવકોની ધરપકડ:ચાર બાઇક પણ જપ્ત કરાઈ,કોરોના મહામારીમાં લોકડાઉન છતાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, ૫૧૦૦૦ નું ઇનામ સાથે ટુર્નામેન્ટ ચાલતી હોવાની પોલીસને માહિતી મળી હતી.

 સુખસર તા.16

ફતેપુરા તાલુકાના આફવા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાઈ રહી હોવાની માહિતીના આધારે સુખસર પોલીસ દ્વારા શનિવારના સાંજના  ચારેક વાગ્યાના અરસામાં ઓચિંતો છાપો માર્યો હતો મોટાભાગના યુવકો ભાગી છૂટયા હતા જ્યારે ૭ જેટલા યુવકોની ધરપકડ કરી હતી તેમ જ ચાર બાઇકો પણ જપ્ત કરવામાં આવી હતી. ૫૧,૦૦૦ હજાર જેટલા ઇનામ સાથે આ ટુર્નામેન્ટ ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી.

           ફતેપુરા તાલુકાના આફવા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ રમાતી હોવાની પોલીસને માહિતી મળી હતી હાલમાં કોરોના મહામારી માં કોરોના સંક્રમણને અટકાવવા lockdown ની સ્થિતિ ચાલી રહી છે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા પણ સૂચના આપવામાં આવી રહી છે છતાં આફવા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી શનિવારના રોજ સુખસર પીએસઆઇ એસ એન બારીયા સહિતના સ્ટાફ દ્વારા છટકું ગોઠવી ઓચિંતો છાપો માર્યો હતો જેમાં ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમવા આવેલા બંને ટીમોના ખેલાડીઓ તથા અન્ય જોવા માટે આવેલા યુવકોમાં નાસભાગ મચી ગઇ હતી મોટાભાગના યુવકો ભાગી છૂટયા હતા જ્યારે પોલીસે સાત જેટલા યુવકો અને સ્થળ પરથી ચાર જેટલી બાઇક જપ્ત કરી હતી કલેકટર દ્વારા જાહેર કરાયેલા કલમ 144 ના જાહેરનામાના ભંગ બદલ સાત આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો.

(ધરપકડ થયેલ આરોપીઓ)

(1) રાજપાલસિંહ પ્રવિણસિંહ લબાના રહે બલૈયા(2)શશીર ભાઈ ધીરાભાઈ બારીયા રહે મોટાનટવા (3)સંજય ભાઈ ભાવાભાઈ ચરપોટ રહે મોટાનટવા(4) પીન્ટુભાઇ રમેશભાઈ પીઠાયા રહે મારગાળા (5)ભમર સિંહ રામચંદ્ર ડીંડોર રહે કરોડિયા (6)જયદીપભાઇ જશવંતભાઈ મછાર રહે વટલી(7)તુષારભાઈ નાથાભાઈ ચરપોટ રહે મોટાનટવા નો સમાવેશ થાય છે.

error: Content is protected !!