Thursday, 16/01/2025
Dark Mode

સીંગવડના મેથાણ ગામે “ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ”નો સપાટો:લોકડાઉનની ચુસ્તપણે અમલવારીની વચ્ચે 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાતા પંથકમાં ચકચાર

સીંગવડના મેથાણ ગામે “ગાંધીનગર સ્ટેટ વિજિલન્સ”નો સપાટો:લોકડાઉનની ચુસ્તપણે અમલવારીની વચ્ચે 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપાતા પંથકમાં ચકચાર

કલ્પેશ શાહ @ સીંગવડ

સીંગવડ તા.15

સિંગવડ તાલુકાના મેથાણ ગામેથી સ્ટેટ વિજિલન્સ રેડ પાડતા 67 પેટી ઈંગ્લીશ દારૂ નો મોટો જથ્થો ઝડપી પાડયો રૂપિયા ૨.૩ લાખનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડતા પોલિસ બેડા સહીત પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.જોકે લોકડાઉનની ચુસ્તપણે અમલવારીની વચ્ચે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ખડા થવા પામ્યા છે.

હમણાં સમગ્ર દેશનું સહિત ગુજરાતમાં પણ  લોકડાઉન હોવાથી રાજ્ય સરકાર દ્વારા સખતાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. જેને લઇને જિલ્લા સમાહર્તાશ્રીએ કલમ 144 સહિતના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે અને દાહોદ જિલ્લાને અડીને આવેલી મધ્યપ્રદેશ તથા રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવા છતાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવા છતાં દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મેથાણ ગામે ડામોર ફળિયામાં રહેતા ભારત સુરસિંહ ઝાલરીયા તથા નંદાબેન ભારત ભાઈ જાળીયા ઘરની પાછળ ખુલ્લા ખેતરમાં ઈટોના ભટ્ટાની પાસે ભારતીય બનાવટ પરપ્રાંતીય ઇગ્લીશ દારૂનો જથ્થો રાખીને ધંધો કરતા અને  વેચાણ ચાલુ છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સ ની ટીમને જાણ મળતાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ પાડતા વિપુલ પ્રમાણમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો મળી આવતા સ્ટેટ વિજિલન્સ ની ટીમ ચોંકી ઉઠી હતી તથા ખુલ્લા ખેતરમાં અલગ-અલગ જાતની કુલ 2646 બોટલ મળી રૂપિયા 2,03,700 કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસની રેડ જોઈને બુટલેગર ભારત અને તેની પત્ની નંદાબેન નાસી ગયા હતા હાલમાં પોલીસે બંને કરાર વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરી ઝડપી પાડવામાં આવેલા ઈંગ્લીશ દારૂના ગુનામાં સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.ત્યારે રણધીકપુર પોલીસ મથકના પીએસઆઇ પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવા જેવું રહ્યું

error: Content is protected !!