Friday, 29/03/2024
Dark Mode

પરણિત યુવતી જોડે રંગરેલિયા મનાવતા નો મામલો:વિચારોને વરેલી ભારતીય જનતા પાર્ટીનો અભૂતપૂર્વ ત્વરિત નિર્ણય :કલંકિત યુવા નેતા બાદલ પંચાલ પાર્ટીના પ્રાથમિક પદેથી સસ્પેન્ડ

પરણિત યુવતી જોડે રંગરેલિયા મનાવતા નો મામલો:વિચારોને વરેલી ભારતીય જનતા પાર્ટીનો અભૂતપૂર્વ ત્વરિત નિર્ણય :કલંકિત યુવા નેતા બાદલ પંચાલ પાર્ટીના પ્રાથમિક પદેથી સસ્પેન્ડ

  જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર @દાહોદ 

વિચારને વરેલી ભારતીય જનતા પાર્ટીનો અભૂતપૂર્વ ત્વરિત નિર્ણય : કલંકિત યુવા નેતા બાદલ પંચાલ પાર્ટીના પ્રાથમિક પદેથી સસ્પેન્ડ નારી સુરક્ષા, બેટી બચાવો બેટી પઢાવોના સૂત્ર ને લઈને આગળ ચાલતી ભારતીય જનતા પાર્ટીએ આજે લીધો અભૂતપૂર્વ ઝડપી નિર્ણય,    સ્ત્રીના ચરિત્ર ને   કલંકિત કરનાર યુવા  નેતા બાદલ પંચાલને પાર્ટીના  પ્રાથમિક પદેથી ત્વરિત અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પાર્ટીના આ નિર્ણયથી નગરજનોમાં ખાસ કરીને બહેનોમા સુરક્ષા ની લાગણી અનુભવવામાં આવી છે અને ભાજપના આ નિર્ણયને સર્વે આવકાર્યો 

દાહોદ તા.૧૬

દાહોદ બીજેપી યુવા મોરચાના મહામંત્રી બાદલ પંચાલ બે દિવસ અગાઉ દાહોદ શહેરના ગોદી રોડ ખાથે એક પરણિત યુવતી સાથે રંગરલેયી માનતા પોલીસને હાથે ઝડપાઈ જવા પામ્યો હતો. આ પ્રકરણના ઉચ્ચસ્તરીય પડધા પણ પડવા લાગ્યા હતા. મહદઅંશે બાદલ પંચાલને પદ પરથી હટાવી દેવાની લોકો લોકમાનસમાં ઈચ્છા સહિત લોકોના મુખે છડેચોક ચર્ચાઈ રહ્યું હતુ. આ ઘટનાને પગલે દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના( હાઇકમાન્ડ) અગ્રણીઓમાં પણ બાદલ પંચાલ સામે રોષ જાવા મળી રહ્યો હતો ત્યારે પાર્ટીમાં શિસ્ત અને સ્ત્રીઓની ગરિમા અને સન્માન હરહંમેશ જળવાઈ રહે તે માટે દાહોદ જિલ્લા ભારતીય જનતાની પાર્ટી દ્વારા બાદલ પંચાલને તેને તેના બધા પદ પરથી હટાવી દેવાયો હોવાની માહિતી મળી છે.

રાજકારણ અને તે પણ ભારતીય જનતા પાર્ટીને બદનામ કરતો કિસ્સો બે દિવસ અગાઉ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો. આ કિસ્સાથી સૌ કોઈ વાકેફ છે જ પરંતુ આ શર્મસાર કિસ્સાથી ભાજપના ઉચ્ચ હોદ્દેદારો સહિત નાનામાં નાના કાર્યકરોમાં પણ આ બનાવને પગલે દાહોદ જિલ્લા યુવા મોરચાના મહામંત્રી બાદલ પંચાલ સામે ફીટકારની લાગણી વરસી રહી છે. બાદલ પંચાલ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે આવેલ એક પરણિત યુવતીના ઘરેથી રંગરલેયા મનાવતો પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યો હતો અને બાદ યુવતીના પતિ દ્વારા દાહોદ શહેર પોલીસ મથકે બાદલ પંચાલ વિરૂધ્ધ નામજોગ ફરિયાદ પણ નોંધાવી હતી. આ બનાવને પગલે દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીમાં સન્નાટા સહિત બાદલ પંચાલ સામે ફીટકારની લાગણી વરસાવી પામી હતી.ભારતીય જનતા પાર્ટીમાં શિસ્ત અને સ્ત્રીઓની ગરિમા અને સન્માન જળવાઈ રહે અને આવનાર દિવસોમાં આવો કોઈ બનાવ ન બને તેની સંપુર્ણપણે તકેદારીના ભાગરૂપે બાદલ પંચાલને તેને તમામ પદો પરથી બરખાસ્ત કરી દેવામાં આવ્યો હોવાનું દાહોદ શહેર ભાજપના પ્રમુખ મનોજભાઈ વ્યાસ દ્વારા જાણવા મળ્યું છે.

error: Content is protected !!