Friday, 29/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકામાં ઓનલાઇન કરતા કોમ્પ્યુટર સંચાલકો દ્વારા ગરીબોની ઉઘાડી લૂંટ ચલાવતી હોવાની વ્યાપક બૂમો: ખેડૂતોના હિતમાં વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવું અનિવાર્ય

ફતેપુરા તાલુકામાં ઓનલાઇન કરતા કોમ્પ્યુટર સંચાલકો દ્વારા ગરીબોની ઉઘાડી લૂંટ ચલાવતી હોવાની વ્યાપક બૂમો: ખેડૂતોના હિતમાં વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવું અનિવાર્ય

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકામાં ઓનલાઇન કરતા  કોમ્પ્યુટર સંચાલકો દ્વારા ગરીબોની ચલાવાતી ઉઘાડી લૂંટ,ખેડૂતો ના ખાતામાં સરકાર દ્વારા ૧૬હજાર રૂપિયા જમા થશે તેવી અફવા જાહેર કરાઈ,સરકાર દ્વારા આવી કોઈ યોજના જાહેર કરાઈ નથી:ખેતી અધિકારી

સુખસર તા.16

 ફતેપુરા તાલુકામાં સરકાર દ્વારા સોળ હજાર રૂપિયા સહાય આપવામાં આવી રહી હોવાની અફવાએ જોર પકડતાં ખેડૂતો તથા શ્રમિક લોકો ઓનલાઇન અરજી કરતા કોમ્પ્યુટર સંચાલકો પાસે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.જ્યારે કેટલાક તકવાદી કોમ્પ્યુટર સંચાલકો ઓનલાઇન અરજી કરી આપવાના ખર્ચ પેટે રૂપિયા સો થી ત્રણસો  સુધી વસુલાત કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડયું છે.અને કોમ્પ્યુટર સંચાલકો દ્વારા સેંકડો ખેડૂતો અને શ્રમિકોને ઓનલાઈન અરજી થઈ ગઈ હોવાના બહાને છેતરપિંડીનો શિકાર બનાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

         હાલ કોરોનાવાયરસ ના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે પ્રજાનો કેટલાક તકવાદી તત્વો ગરીબ,ખેડૂતો અને શ્રમિક લોકોનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.તેમાં ફતેપુરા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં  કોમ્પ્યુટર દ્વારા ઓનલાઇન કરતા કેટલાક કોમ્પ્યુટર સંચાલકો દ્વારા ખેડૂતો તથા શ્રમિક લોકોને સરકાર દ્વારા ૧૬ હજાર રૂપિયા સહાય આપવામાં આવી રહી હોવાનું જણાવી ઓનલાઇન અરજી કરી આપવાના બહાના હેઠળ રૂપિયા સો થી ત્રણસો વસુલાત કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.તેમજ આ લાભ મેળવવા અનેક ખેડૂતો, શ્રમિક અને ગરીબ લોકોએ ઓનલાઇન અરજીઓ કરાવી હોવાનું જાણવા મળે છે.જોકે પ્રાથમિક જાણકારી મુજબ સરકાર દ્વારા આવી કોઈ યોજના બહાર પાડવામાં આવેલ નથી. જ્યારે કેટલાક કોમ્પ્યુટર સંચાલકો આઇસીઆઇસીઆઇ  બેંકના જે ખાતેદારોના ખાતા હોય  તેમના ખાતામાં  સરકાર નાણાં નાખી રહી હોવાનું  જણાવી  આ બેંકના બંધ પડેલ ખાતા ચાલુ કરી આ બેંકના ખાતામાં  નાણા આવશેના બહાને પણ નાણાં પડાવતા હોવાનુ ચર્ચાઈ રહ્યું છે  આવા કોમ્પ્યુટર સંચાલકોની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તે પણ જરૂરી જણાય છે.સરકાર દ્વારા  મળતાં નાણાં  મેળવવાની લાલચે  ઓનલાઈન અરજી કરાવેલ છે,તે લોકો પાસેથી કોમ્પ્યુટર સંચાલકો દ્વારા નાણા પડાવવામાં આવ્યા છે.પરંતુ ઓનલાઇન થયેલ અરજીની પ્રિન્ટ કે લીધેલ નાણાની પહોંચ આપવામાં આવી નહીં હોવાનું પણ જાણવા મળે છે. જો સુખસર પંથકમાં કેટલાક તકવાદી કોમ્પ્યુટર સંચાલકો ગરીબ લોકોનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે, તેઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે તો હજી વધુ લોકો કોમ્પ્યુટર સંચાલકો દ્વારા થતી છેતરપિંડીનો શિકાર બનતા અટકાવી શકાશે.

ખેડૂતો ના ખાતામાં સરકાર દ્વારા  ૧૬હજાર રૂપિયા જમા થશે તેવી અફવા જાહેર કરાઈ,સરકાર દ્વારા આવી કોઈ યોજના જાહેર કરાઈ નથી:ખેતી અધિકારી 

આ બાબતે ફતેપુરા તાલુકા ખેતી અધિકારી જી.એચ પરમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ખેડૂતો માટે કિસાન કાર્ડ અંતર્ગત માત્ર સાધન સહાય માટેની યોજના ચાલી રહી છે સોળ હજાર જમા થાય તેવી કોઇ યોજના નથી ખેડૂતોએ આવી લોભામણી લાલચ માં આવવું નહીં અને વહીવટીતંત્ર તેમજ પોલીસને જાણ કરવી.

error: Content is protected !!