Friday, 29/03/2024
Dark Mode

ગ્રામજનોની બર્બરતા અને અત્યાચારનો ભોગ બનેલ બન્ને પ્રેમી પંખીડા રહસ્યમયી સંજોગોમાં ગુમ થયાના અઠવાડિયા પછી પણ પોલીસના હાથ ખાલી :અનેક શંકા કુશંકાઓની વચ્ચે પોલિસની કામગીરી સામે પ્રશ્નાર્થ

ગ્રામજનોની બર્બરતા અને અત્યાચારનો ભોગ બનેલ  બન્ને પ્રેમી પંખીડા રહસ્યમયી સંજોગોમાં ગુમ થયાના અઠવાડિયા પછી પણ પોલીસના હાથ ખાલી :અનેક શંકા કુશંકાઓની વચ્ચે પોલિસની કામગીરી સામે પ્રશ્નાર્થ

 

રહસ્યમય સંજોગોમાં ઘાયલ થયેલા પ્રેમી પંખીડા જીવિત છે કે કેમ? તે અંગે ઘૂંટાતું રહસ્ય

 

દાહોદ ડેસ્ક તા.૧૮
દાહોદ જિલ્લાના મૌલી ગામનો વિડીયો સોશીયલ મીડીયામાં ફરતો થયો છે જેમાં એક પરણિત યુવતી અને પરણિત યુવક પ્રેમ સંબંધમાં હોઈ અને ભાગી જતાં યુવતીને સાસરીયાઓ દ્વારા ગામમાં લાવી ગ્રામજનો અને સાસરીયાઓ દ્વારા માર મારી યુવકના ખભે યુવતીને બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યાના વિડીયો અને બનાવે દાહોદ જિલ્લામાં ચકચાર જગાવી મુકી છે. આ સમગ્ર ઘટનાની તપાસના આદેશો ડી.વાય.એસ.પી.દ્વારા કરવામાં આવતા આ વિડીયો મોલી ગામનો હોવાનું પુરવાર થતાં અને આ સંબંધે યુવતીના પરિવારમાંથી એકે ફરિયાદ નોંધાવતા પોલિસે એક મહિલા સહિત વિડીયોમાં જાવાતા ૧૦ થી ૧૫ જેટલા ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.

બે દિવસ અગાઉ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મૌલી ગામનો એક વિડીયો સોશીયલ મીડીયામાં વાઈરલ થતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા હતો. આ વિડીયોમાં એક પરણિત યુવક અને પરણિત યુવતી બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હોઈ ભાગી ગયા હતા અને યુવતીના સાસરીયાઓ દ્વારા આ બંન્નેને પકડી લાવી ગામમાં લાવ્યા હતા. ગામમાં લાવ્યા બાદ બંન્ને માર માર્યા બાદ યુવકના ખભે યુવતીને બેસાડી આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. આ વિડીયોમાં યુવતીના સાસરીયાઓ સાથે સાથે તેનો પતિ, ગ્રામજનો પણ નજરે પડી રહ્યા છે. વાઈરલ થયેલ વિડીયોથી પોલિસ તંત્ર પણ સ્તબ્ધ થઈ ગયુ હતુ અને આ વિડીયોની તલસ્પર્શી તપાસ હાથ ધરવા દાહોદ ડી.વાય.એસ.પી. દ્વારા પોલિસ તંત્રને તપાસના આદેશો આપ્યા બાદ પોલિસ સક્રિય બની હતી અને આ વિડીયો મોલી ગામનો હોવાનુ પુરવાર થતાં આ સંબંધે ઝાલોદ તાલુકામાં રહેતી અને ભોગ બનેલ પરણિત યુવતીની માતાએ આ સંબંધે સંજલી પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, તેમની દિકરી અને મોલી ગામે રહેતા લીમસીંગભાઈ વાલસીંગભાઈ મકવાણા બંન્નેનુ ઝાલોદ તાલુકાના સાંપોઈ ગામે રહેતા મનીષાબેન તથા જીતુભાઈ નાઓએ અપહરણ કરી ગામમાં લાવ્યા હતા જ્યા૧૦ થી ૧૫ જણાએ યુવકના ખભા ઉપર યુવતીને બેસાડી આખા ગામમાં ફેરવી હતી તેમજ અજ્ઞાત સ્થળે લઈ જઈમાર મારી ગંદી ગાળો બોલી પરણિત યુવતીની છેડતી કરી હતી.
આ સંબંધે પરણિત યુવતીની માતાએ સંજેલી પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી આ કેસમાં સંડોવાયેલ તમામની ધરપકડના ચક્રોગતિમા કર્યા છે.

પ્રેમ પ્રકરણ મામલામાં પરણિત પ્રેમી પંખીડાની શોધખોળ :પોલીસ માટે કોયડા સમાન
સંજેલીના મોલી ગામે ગત તારીખ 09/09/2019 ના રોજ પરણિત યુવક યુવતી ને ગ્રામજનો દ્વારા ઢોરમાર માર્યા બાદ યુવતીને અર્ધનગ્ન કરી યુવકના ખભે બેસાડી ગામમાં વરઘોડો કાઢયાનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયાં બાદ સમગ્ર પ્રકરણ બાબતે જિલ્લા પોલીસવડા હિતેશ જોયસરે ડી.વાય એસ.પીને તપાસ સોંપી હતી ત્યારબાદ ઉપરોક્ત ઘટના બાદ પ્રેમીપંખીડા રહસ્યમયી સંજોગોમાં ગાયબ થઇ ગયા ગયા હતા જોકે પોલીસે લોકોનો રોષ શાંત કરવા તાબડતોડ તપાસનો ધમધમાટ બોલાવી 15 જણ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી 7જણની અટકાયત પર કરી હતી પરંતુ સમગ્ર ઘટનાને અઠવાડિયુ વીત્યા પછી પણ પોલીસને બન્ને પ્રેમી પંખીડાઓની કોઇ ભાળ મળી નથી ત્યારે સમગ્ર મામલામાં અનેક શંકા-કુશંકાઓની વચ્ચે અનેક ચર્ચાઓએ જન્મ લીધો છે જોકે પોલીસતંત્ર પાસે ટેકનિકલ સોર્સ તેમજ આધુનિક પદ્ધતિઓ હોવા છતાં પણ કથિત બનાવના અઠવાડિયુ વીત્યા પછી પણ બન્ને પ્રેમી પંખીડાઓને શોધવામાં પોલીસ હવામાં બાચકા મારી રહી છે ત્યારે ગ્રામજનોની બર્બરતા તેમજ અત્યાચારનો ભોગ બનેલા પ્રેમી પંખીડા ક્યાંક ભાગી ગયા છે કે એમનું કાસળ કાઢી નાખવામાં આવ્યું છે તે દિશામાં હજી પોલીસને કોઈ નકકર સફળતા સાંપડી નથી ત્યારે સમગ્ર પ્રકરણ બાબતે પંથકમાં શંકા કુશંકાઓની વચ્ચે પોલીસ તપાસ સામે અનેક સવાલો ઉભા થયા છે જોકે ઘટના સંદર્ભે પોલીસ દ્વારા તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની લાગણી તેમજ માંગણી છે

error: Content is protected !!