Friday, 21/01/2022
Dark Mode

દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા થતી ધર્માંતરણ પ્રવૃત્તિ..? 

November 27, 2021
        2210
દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા થતી ધર્માંતરણ પ્રવૃત્તિ..? 

બાબુ સોલંકી :- સુખસર 

દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા થતી ધર્માંતરણ પ્રવૃત્તિ..? 

ગરીબોને લોભ લાલચ અને ચમત્કારો બતાવી ધર્મના નામે ધતિંગ થતા હોવાની ચર્ચા:તપાસની માંગ.

ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા સંતાનવિહોણા દંપતીઓને સંતાનપ્રાપ્તિ,બીમાર વ્યક્તિને દવા વિના દુઆ ચમત્કારથી સાજા કરવાની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે.

ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારત દેશનું શાસન ફરીથીઅંગ્રેજો કબજે કરે તે પહેલા પ્રજાએ ચેતી જવાની જરૂર છે.

( પ્રતિનિધિ ) સુખસર,તા.26

ભારતના બંધારણ અનુસાર દેશની પ્રજાને પોતાની મરજી મુજબ કોઈપણ ધર્મ પાળવાની તથા તેનું રક્ષણ કરવાની છૂટ આપવામાં આવેલ છે. પરંતુ તેનો અર્થ એ નથી થતો કે પોતાના ધર્મના નામે ધતિંગ કરી અન્ય ના ધર્મને ખંડિત કરવો.છતાં હાલ દાહોદ જિલ્લાના અંતરિયાળ ગરીબ તથા અભણ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા લોભ લાલચ આપી ગરીબ લોકોને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે.અને અંધશ્રદ્ધાનો ફેલાવો કરી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનું જાણવા તથા સાંભળવા મળે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં તમામ તાલુકાઓના અભણ તથા આદિવાસી વિસ્તાર ધરાવતા ગામડાઓમાં હિન્દુ ધર્મના લોકોને ખ્રિસ્તી કહેવાતા અનુયાયીઓ દ્વારા લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાની આંતરિક રીતે જોરદાર ઝુંબેશ ચલાવાઇ રહી હોવાનું જાણવા મળે છે.ધર્મ પરિવર્તન કરતા લોકોને ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા અનાજ,કપડાં,પૈસા તેમજ સંતાન વિહોણા દંપતીઓને સંતાનપ્રાપ્તિ, બીમાર વ્યક્તિને દવા વિના દુવા ચમત્કારથી સાજા કરવાની લાલચ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે,ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા દાહોદ જિલ્લાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં દર રવિવારે નિયમિત પ્રાર્થના સભાઓ રાખી પોતાની વાક્છટાથી આંજી દઈ તેમની માયાજાળમાં ફસાવી રહ્યા છે. અને જેની કપટ ભરી ચાલની લાલચમાં આવી અનેક લોકો ધર્મ પરિવર્તન કરીરહ્યા હોવાનું જાણવા મળે છે.હિન્દુસ્તાનમાં વિદેશીઓનો પગપેસરો થાય તે પહેલા ધર્મગુરુઓ, સ્થાનિક યુવાનો તેમજ પ્રજાએ ધર્મસંકટ ઊભું કરતા તત્વો સામે જાગૃતિ દાખવી જાકારો આપવાની ખાસ જરૂરત જણાઈ રહી છે.
પ્રજાએ સમજવાની જરૂર છે કે, તમામ ધર્મો પ્રત્યે સમભાવ રાખવો જોઈએ.પરંતુ પોતાની જન્મની પેઢીઓના ધર્મને છોડી અન્ય ધર્મનો સ્વીકાર ક્યારેય કરવો જોઈએ નહીં. આ જીવન એક ખેતર છે,અને એક ખેતરમાં ઠેકઠેકાણે ખાડા ખોદવાથી કદાપિ પાણી નહીં આવે.એક જ જગ્યાએ ખાડો ખોદીએતો કુવો બને અને તેમાં પાણી પણ આવે. આપણે સમજવાની જરૂર છે કે અડધી જિંદગી એક ધર્મમાં અને અડધી જિંદગી બીજા ધર્મ ઉપર વિશ્વાસ કરવાથી ઉદ્ધાર ક્યારેય શક્ય નથી. પૃથ્વીના સર્જનહાર અલ્લાહ,પ્રભુ કે ભગવાન એક છે.ત્યારે ધર્મનો વેપાર કે ધર્મના નામે ધતિંગ કરવાની શા માટે જરૂર પડે?જે ધર્મમાં જન્મ લીધો હોય તે જન્મદાતા ઉપરથી વિશ્વાસ ઉઠાવી અન્ય ધર્મનો સ્વીકાર કરી શ્રદ્ધા રાખવાથી ભવસાગર પાર થઈ શકે તેવી વાતનો કોઈ પણ ધર્મના ધર્મ પુસ્તક માં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તે આપણે સમજી લેવું જોઈએ.
જે લોકો ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે તેમનાથી પોતાના કુટુંબીઓ તેમજ સંબંધીઓ રોટી-બેટી વ્યવહારથી વિમુખ થતા જતા હોવાના બનાવો પણ બને છે. અને લોકો ધર્માંધતાની લઘુતાગ્રંથિથી પીડાતા હોવાના કિસ્સા પણ જોવા અને જાણવા મળે છે.અને ખાસ તો ગુલામીમાંથી મુક્ત થયેલા સ્વતંત્ર ભારત દેશનું શાસન ફરીથી અંગ્રેજો કબજે કરે તે પહેલા પ્રજાએ ચેતી જવાની જરૂરત છે.
*હિન્દુમાંથી ધર્મ પરિવર્તન કરી ખ્રિસ્તી બનેલા મોટાભાગના લોકોના એલ.સી તથા જાતિના દાખલા ઓમાં હિંદુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે!*
અહીંયા જણાવવું ખાસ જરૂરી છે કે,દાહોદ જિલ્લામાં લગભગ મોટાભાગના ગામડાઓમાં કેટલાક લોકો હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવી ખ્રિસ્તી ધર્મ પ્રમાણે જગજાહેર વર્ષોથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે.તેમ છતાં તેમના ઘરના સભ્યો તથા પોતાના બાળકોના લિવિંગ સર્ટિફિકેટ તથા જાતિના દાખલાઓમાં હિન્દુ હોવા અંગેનો ઉલ્લેખ કરવામાં આવે છે.આ બાબતે તપાસ કરવામાં આવેતો ધર્મ પરિવર્તન કરતા લોકો સહિત જવાબદાર તાલુકા-જિલ્લા વહીવટી તંત્રની બેદરકારીનો એક વધુ પુરાવો મળી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!