Friday, 19/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં તાજેતરમાં બનેલી ચકચારી ઘટનાઓમાં બાળ કિશોરોની ભૂમિકા ચિંતાનો વિષય,કાચી ઉંમરમાં મોબાઈલ કે લેપટોપ વાપરતા થઇ ગયેલા બાળકો પર વાલીઓ ખાસ ધ્યાન આપે તે જરૂરી:મોબાઇલ તેમજ સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાઈ જવાના બદલે માબાપ એ પણ પોતાની જવાબદારીનું ભાન રાખવું જરૂરી બન્યું

November 25, 2021
        2981
દાહોદ જિલ્લામાં તાજેતરમાં બનેલી ચકચારી ઘટનાઓમાં બાળ કિશોરોની ભૂમિકા ચિંતાનો વિષય,કાચી ઉંમરમાં મોબાઈલ કે લેપટોપ વાપરતા થઇ ગયેલા બાળકો પર વાલીઓ ખાસ ધ્યાન આપે તે જરૂરી:મોબાઇલ તેમજ સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાઈ જવાના બદલે માબાપ એ પણ પોતાની જવાબદારીનું ભાન રાખવું જરૂરી બન્યું

રાજેન્દ્ર શર્મા :- દાહોદ 

દાહોદ જિલ્લામાં તાજેતરમાં બનેલી ચકચારી ઘટનાઓમાં બાળ કિશોરોની ભૂમિકા ચિંતાનો વિષય

પ્રેમસંબંધમાં યુવતીની હત્યાની સનસનીખેજ ઘટનામાં સગીર બાળકોની ભૂમિકા વાલીઓ માટે લાલબત્તીસમાન

કાચી ઉંમરમાં મોબાઈલ કે લેપટોપ વાપરતા થઇ ગયેલા બાળકો પર વાલીઓ ખાસ ધ્યાન આપે તે જરૂરી

 મોબાઇલ તેમજ સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાઈ જવાના બદલે માબાપ એ પણ પોતાની જવાબદારીનું ભાન રાખવું જરૂરી

દાહોદમાં બનનારી એક બાદ એક ઘટનાઓમાં બાળ કિશોરોની મહત્વની ભૂમિકાઓ હોઈ છે એક પછી એક બનનારી ચકચારી ઘટનાઓમાં બાળ કિશોરો ઉંધા રવાળે ચડી ઘટનાઓમાં સંડોવાતા જાય છે 

દાહોદ  તા.25

દાહોદ જિલ્લામાં તાજેતરમાં બનેલી ચકચારી ઘટનાઓમાં બાળ કિશોરોની ભૂમિકા ચિંતાનો વિષય

દાહોદમાં ભૂતકાળમાં તેમજ હાલમાં બનતી ઘટનાઓમાં બાળ કિશોરો ઊંધા રવાળે ચડીને ઘટનાઓમાં મહત્વની ભૂમિકાઓ ભજવતા હોઈ છે જોકે તાજેતરની ઘટનામાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરા ગામના જંગલ વિસ્તારમાંથી ૧૯ વર્ષીય યુવતીની લાશ પ્રકરણમાં એક યુવક સહિત તેના બે બાળ કિશોર મિત્રો મળી પોલીસે ત્રણ જણાની અટકાયત કરી હતી. આ સમગ્ર પ્રકરણમમાં બે બાળ કિશોરો કાયદાના સંઘર્ષમાં આવતાં જિલ્લાભરમાં અનેક તર્ક વિતર્કાે સાથે ખાસ કરીને બાળકોના વાલીઓમાં ચિંતાનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે. આજના આધુનિક યુગમાં બાળકો ઉપર વાલીઓ દ્વારા ચાંપતિ નજર રાખવામાં આવે તે અત્યંત આવશ્કય બની રહ્યું છે. બાળકોની પ્રવૃતિઓ સાથે સાથે પોતાના બાળકો કંઈ દિશામાં જઈ રહ્યાં છે તે ઉપર પણ ખાસ ધ્યાન કેન્દ્રીત કરવા જેવું છે. નાનપણમાંજ કાયદાના સંઘર્ષમાં આવતાં બાળકોના ભવિષ્યની ચિંતા કરવી અતિઆવશ્યક બની રહ્યું છે. 

કાચી ઉંમરમાં મોબાઈલ કે લેપટોપ વાપરતા થઇ ગયેલા બાળકો પર વાલીઓ ખાસ ધ્યાન આપે તે જરૂરી

આજના આધુનિક યુગમાં બાળકોના હાથમાં મોબાઈલ ફોન, લેપટોપ જેવા આધુનિક યંત્રો આવી જતાં બાળકો કંઈ દિશામાં જઈ રહ્યાં છે તે ચોક્કસ પણ વાલીઓની સમજ બહાર રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શિક્ષણની સાથે સાથે બાળકો કંઈ પ્રવૃતિઓમાં વળી રહ્યાં છે અને તેઓનું રહેન સહેન અને તેઓની એક્ટીવીટી ઉપર વાલીઓ ખાસ ધ્યાન આપે તે જરૂરી છે. કારણ કે, દાહોદ જિલ્લા જેવા નાનકડા જિલ્લામાં ભુતકાળમાં પણ કેટલાંક ગુન્હાહીત પ્રવૃતિઓમાં સગીર બાળકો કાયદાના સંઘર્ષમાં આવી ચુંક્યાં છે ત્યારે તાજેતરમાં દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભાણપુરા ગામે આવેલ જંગલ વિસ્તારમાંથી એક ૧૯ વર્ષીય કૃતિકાબેનની લાશ ચહેરો સળગી ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘનિષ્ઠ તપાસનો ધમધમાટ આરંભ કરતાં તેના પ્રેમીએજ મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવ્યું હતું અને તેની મદદ માટે તેના બે બાળ કિશોર મિત્રો પણ સામેલ હોવાનું સામે આવતાં બાળકોના વાલીઓ માટે આ કિસ્સો લાલ બત્તી સમાન છે. 

પ્રેમસંબંધમાં યુવતીની હત્યાની સનસનીખેજ ઘટનામાં સગીર બાળકોની ભૂમિકા વાલીઓ માટે લાલબત્તીસમાન

પોલીસે હાલ ઉપરોક્ત પ્રકરણ સંબંધે તપાસ પણ હાથ ધરી રહી છે ત્યારે જાણવા મળ્યાં અનુસાર, આરોપી મેહુલ સાંપ પકડવાની કામગીરી કરતો હતો ત્યારે અને મૃતક કૃતિકાબેનનેને ટ્રેનીંગ આપતો હતો અને યુવતીને જંગલ વિસ્તાર તરફ લઈ જતો અને ત્યાં ટ્રેનીંગ પણ આપતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેતે સમયે પ્રથમ મુલાકાતમાં બંન્નેની આંખ મળી ગઈ હતી અને પ્રેમ પ્રકરણ શરૂં થયું હોવાનું પણ અંતર્ણું વર્તુળમાંથી જાણવા મળી રહ્યું છે અને જે તે સમયે બે મહિલા બાદ કૃતિકાબેને પ્રેમ સંબંધ રાખવાની ના પાડતાં આરોપી મહેલ પરમારે તેનું કાસણ કાઢવાનું કાવતરૂં રચી નાખ્યું હતું. 

મોબાઇલ તેમજ સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાઈ જવાના બદલે માબાપ એ પણ પોતાની જવાબદારીનું ભાન રાખવું જરૂરી

વધુમાં જાણવા મળ્યાં અનુસાર, મરણ જનાર યુવતી તેમજ હત્યારો મેહુલ છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ માં હતા તેમજ છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં પોતાના ફોટો અપલોડ કરી રહ્યા હતા. તેમજ આ મર્ડર પ્રકરણમાં યુવતીની હત્યામાં સાથ આપનાર બે સંગીર વયના મિત્રોને મેહુલે આગલા દિવસે મર્ડર કરવાનું કહેતા બંને બાળકોએ સહજ પર પળ વિચાર કર્યા વગર તરત હા પાડી દઈ હત્યામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. વધુમાં મર્ડર ની આગલી રાત્રે બંને બાળકો હત્યાં કરનાર મેહુલના ઘરે રાત્રી રોકાણ કર્યું હતું. અને બીજા દિવસે યુવતીને છેલ્લી વાર મળવા બોલાવી ચકચાર મચાવનાર મર્ડરને અંજામ આપ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં યુવક યુવતી તેમજ બન્ને સંગીર બાળકોના માતાપિતા પોતાના બાળકોનું શું ધ્યાન રાખી રહ્યા હતા તે સમજ બહાર છે. છેલ્લા એક વર્ષથી પ્રેમસંબંધ ત્યાર બાદ સોશિયલ મીડિયામાં ફોટો મુકવા,તેમજ બંને સગીર બાળકો આખી રાત ઘરે પરત ન આવતા તેમના મા-બાપ નિષ્કાળજી ગણો કે બીજું જો ઉપરોક્ત યુવક યુવતી તેમજ બાળકોના માતાપિતા દ્વારા તેમના બાળકોના સોશિયલ મીડિયાના અકાઉન્ટ તેઓની રેહણી કરણી, તેમની સંગત સહિતની તમામ કાર્યશૈલી પર સમય જતા સતર્કતા વાપરી ધ્યાન આપવામાં આવતું તો આજે મરણ જનાર કદાચ જીવીત હોત. હત્યા કરનાર મેહુલ પણ સલાખો પાછળ ના જતો.ખેર જે પણ કઈ હોય દાહોદમાં ચકચાર જગાવનારા આ હત્યાના પ્રકરણમાં થી ભદ્ર સમાજના લોકોને એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. આજના આધુનિક ચકાચૌઘની દુનિયામાં દિવસભર પોતાના કામમાં વ્યસ્તતા તેમજ ઘરે મોબાઇલ તેમજ સોશિયલ મીડિયાની દુનિયામાં ખોવાઈ જવાના બદલે માબાપ તરીકે પોતાની જવાબદારીનું ભાન રાખી પોતાનું બાળક શું કરે છે તે તેની તમામ એક્ટિવિટી પર નજર રાખી બાળકોને સારા નરસાનો જ્ઞાન પૂરું પાડે છે પણ એક સમયની માંગ છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!